બંગાળ બંધ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રિયાંગુ પાંડેની કાર પર ફેંકાયો બોમ્બ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળના નોર્થ-૨૪ પરગના જિલ્લામાં ૧૨ કલાકના બાંગ્લા બંધ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા પ્રિયાંગુ પાંડે અજાણ્યા લોકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રિયાંગુ પાંડેએ આરોપ લગાવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પ્રિયાંગુએ કહ્યું હતું કે જ્યારે તેઓ પોતાની કારમાં ભાટપારા જઈ રહ્યા હતા ત્યારે ટીએમસીના કાર્યકરોએ તેમની કારને નિશાન બનાવીને બોમ્બ પણ ફેંક્યા હતા. ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પણ આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે પ્રિયાંગુ પાંડેએ કહ્યું કે હું મારા નેતા અર્જુન સિંહના ઘરે જઈ રહ્યો હતો. અમે થોડા દૂર જ પહોંચ્યા હતા કે ભાટપારા નગરપાલિકાના જેટિંગ મશીન દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. જેવી અમારી કાર રોકાઇ કે લગભગ ૬૦ લોકોએ અમારી કારને નિશાન બનાવી હતી. મારી કાર પર ઓછામાં ઓછા સાતથી આઠ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને પછી છથી સાત રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. આ તૃણમૂલ અને પોલીસનું સંયુક્ત કાવતરું છે.” બીજેપી નેતા અર્જુન સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે “પ્રિયાંગુ પાંડે અમારી પાર્ટીના નેતા છે. આજે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવરને ગોળી વાગી છે. સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બધુ એસીપીની હાજરીમાં કરવામાં આવ્યું છે. પ્રિયાંગુ પાંડેને મારવાની યોજના બનાવી હતી. બે લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે.”

Share This Article