મુંબઇ : સરકારી નોકરી અનવે શિક્ષણ સંસ્થાઓમાં અનામત અને મરાઠા આંદોલનના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મરાઠા સમુદાય દ્વારા બોલાવવામાં આવેલા મહારાષ્ટ્ર બંધની અસર ઓછી દેખાઇ હતી. સવારમાં સ્કુલ અને કોલેજા પણ જારી રહી હતી. હાલમાં જનજીવન સામાન્ય દેખાઇ રહ્યુ છે. આજે સવારમાં મુંબઇના જીટીબી નગરમાં બાળકો સ્કુલે જતા નજરે પડ્યા હતા.
જો કે કેટલાક વિસ્તારમાં બંધની અસર જાવા મળી હતી. પ્રાઇવેટ એરલાઇન્સ પણ પ્રદર્શનના કારણે ચિંતામાં દેખાઇ હતી. જા કે એરલાઇન્સ દ્વારા પહેલાથી જ પોતાના યાત્રીઓને વહેલી તકે વિમાનીમથકે પહોંચી જવા માટે કહેવામાં આવ્યુ હતુ. ઇન્ડિગો દ્વારા સવારમાં જ યાત્રીઓને એરપોર્ટ પર પહોંચી જવા માટે કહ્યુ હતુ.
નવી મુંબઇને બાદ કરતા મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં આજે સવારે મરાઠા ક્રાંતિ મોરચાના સભ્યો દ્વારા શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવ્યા હતા. તેના સભ્યોએ કહ્યુ હતુ કે કોઇ પણ પ્રકારની હિંસામાં અમે પડવા માંગતા નથી. બંધની અસર સાંજે છ વાગ્યા સુધી રહે તેવા સંકેત છે. બંધને ધ્યાનમાં લઇને પોલીસ દ્વારા પહેલાથી જ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. કોઇ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા હતા. મરાઠા સમાજના લોકો દ્વારા રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન દરમિયાન તમામ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે મરાઠા ક્રાંતિ મોરચાને બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ બે વર્ષમાં મરાઠા સમાજે ૫૮ શાંતિ મોરચા કાઢ્યા છે. આગામી દિવસોમાં પણ તેમના કાર્યક્રમ જારી રહેનાર છે.