ઉદયપુરમાં ૯ વર્ષની બાળકીનું પહેલા અપહરણ, પછી બળાત્કાર કરી હત્યા કરાઈ, ત્યારબાદ લાશના ૧૦ ટુકડા, હાલ આની તપાસ છે ચાલુ…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માવલી ??પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવ વર્ષની બાળકી પર કથિત બળાત્કાર અને હત્યા અને બાદમાં તેના શરીરના ૧૦ ટુકડા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ વિશે માહિતી આપી. પોલીસે જણાવ્યું કે, ૨૯ માર્ચે લોપરા ગામમાં રહેતી નવ વર્ષની આદિવાસી બાળકી પૂજા ગામેતીના પરિવારજનોએ તેના ગુમ અને અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ઉદયપુરના જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ જણાવ્યું કે, શનિવારે ઘરથી થોડે દૂર એક ઘરના ખંડેરમાંથી નવ વર્ષની બાળકીનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ૨૯ માર્ચે પરિવારના સભ્યો તરફથી છોકરીના ગુમ અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો, અને પોલીસ અને ગ્રામજનોની મદદથી તેની શોધ કરવામાં આવી રહી હતી. તેણે કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, પાડોશમાં રહેતા આરોપી કમલેશ બાળકીનું અપહરણ કરીને કથિત રીતે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, અને તેની ર્નિદયતાથી હત્યા કરી હતી. તેમણે જણાવ્યું કે, આરોપી કમલેશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ તેના ઘરે કથિત રીતે બાળકી પર બળાત્કાર કર્યો હતો, અને બાદમાં તેની હત્યા કરી હતી. તેણે જણાવ્યું કે, આરોપીએ યુવતીને લાલચ આપીને બોલાવી હતી અને તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો.

Share This Article