આશકા યુથ ફાઉન્ડેશન દ્વારા 75 વર્ષ નિમિત્તે 75 ફૂટ લાંબા ધ્વજ સાથેનું આયોજન કર્યું હતું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

14 ઓગસ્ટ 2022 ના દિવસે આખો દેશ જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે આશકા યુથ ફાઉન્ડેશન એ પણ 75 વર્ષ નિમિત્તે શહેરમાં 75 ફૂટ લાંબા એવા ધ્વજ સાથે એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં આશકા યુથ ફાઉન્ડેશનના સભ્યો એ ઉમળકાભેર ભાગ લીધો હતો.
વંદે માતરમ તથા ભારત માતાકી જય ના નારાઓ સાથે
નાના મોટા સૌ લોકોએ એકત્ર થઈ આ કાર્યક્રમને વેગવંતો બનાવ્યો હતો.
પ્રસંગને અનુરૂપ સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કરે ધ્વજ નું માન કેવી રીતે જાળવવું તથા ધ્વજ ની ગરિમા જળવાય તે માટે કયા કયા પગલાં લેવા તે અંગેથી સૌને માહિતગાર કર્યા હતા

Share This Article