બાળકો જો કોઈ વસ્તુની ડિમાન્ડ મોટેરાઓને કરે તો, તેની ના પાડી શકતા નથી. પણ હૈદરાબાદના એક ડોક્ટર્સને માસૂમ બાળકે એવી પ્રોમિસ માગી કે, તેમની આંખો ભરાઈ આવી. ૬ વર્ષનું આ બાળક કેન્સરથી ઝઝૂમી રહ્યું છે. તેણે ડોક્ટર્સને કહ્યું કે, તેઓ તેના પેરેન્ટ્સને ન બતાવે કે, તેને કેન્સર છએ. હવે બાળકની સારવાર કરી રહેલા ડોક્ટર્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માસૂમ બાળકની સ્ટોરી શેર કરી છે.
ડોક્ટર્સની આ ઈમોશનલ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. હૈદરાબાદના ડોક્ટર સુધીર કુમારે પોતાની સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ સમગ્ર ઘટનાને શેર કરી છે. અમુક ટિ્વટ દ્વારા તેમણે જણાવ્યું છે કે, ૬ વર્ષના માસૂમે તેમને શું કહ્યું હતું. તેમણે લખ્યું છે કે, બાળકની વાત સાંભળીને હું દંગ રહી ગયો હતો. મનુએ મને કહ્યું કે, તેના માતા-પિતાને ન બતાવતા કે તેને કેન્સર છે. પણ હું તેની પ્રોમિસ રાખી શક્યો નહીં. મેં મન્નુના પેરેન્ટ્સ સાથે વાત કરી.
ડોક્ટર સુધીર કુમારે પોતાના ટિ્વટમાં લખ્યું છે કે, ઓપીડીમાં એક યંગ કપલ પહોંચ્યું અને તેમણે કહ્યું કે, તેમના દીકરા મનુને કેન્સર છે. તે બહાર રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે નથી ઈચ્છતા બાળકને આ વાતની ખબર પડે. કપલે મને બાળકની સારવાર માટે કહ્યું. મેં મનું સાથે મુલાકાત કરી. તે વ્હીલચેર પર હતો. તેના ચહેરા પર મુસ્કાન હતી. બાદમાં મેં મનુની મેડિકલ હિસ્ટ્રી જોઈ અને તેના પેરેન્ટ્સ સાથે વાત કરી.
બાદમાં બાળકે મને એકલામાં વાત કરવાની રિક્વેસ્ટ કરી. ડોક્ટરે આગળ લખ્યું કે, જેવા પેરેન્ટ્સ બહાર ગયા કે, બાળક બોલ્યો- ડોક્ટર મેં પહેલાથી જ મારી બિમારી વિશે વાંચી લીધું છે. મને ખબર છે કે, હું ફક્ત ૬ મહિના જીવીશ. પણ આ વાત મારા માતા-પિતાને કહેશો નહીં. જો તેમને ખબર પડશે તો, તેઓ અપસેટ થઈ જશે. આપ તેમને બતાવતા નહીં. બાળકની વાત સાંભળીને ડોક્ટર ભાવૂક થઈ ગયા. હિમ્મત ભેગી કરીને તેમણે બાળકને જવાબ જરુર આપ્યો. પણ બાદમાં બાળકના પેરેન્ટ્સ સાથે પણ વાત કરી. ડોક્ટરની વાત સાંભળી માતા-પિતા પણ ઈમોશનલ થઈ ગયા. હવે ડોક્ટરે આ સમગ્ર કિસ્સો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.