સુરતમાં બાલ્કનીમાં રમતા રમતા ૫ વર્ષનો બાળક ૧૧ માં માળથી નીચે પટકાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી
સુરત : માતા-પિતા માટે ફરી લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે છે. ગોડાદરામાં ૧૧માં માળેથી નીચે પટકાયેલા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ગોડાદરા સુમન પ્રહર બિલ્ડીંગમાં આ ઘટના બની છે. બાળકના મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં કાપડ માર્કેટમાં નોકરી કરતા કૈલાશ શર્માના પાંચ વર્ષના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.પત્ની અને પુત્ર વાસુ ઘરે હાજર હતાતે દરમિયાન બાલ્કનીમાં રમતા રમતા ૧૧ માં માળથી નીચે પટકાયો હતો. પુત્રીને લેવા ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી જ્યાં બાલ્કનીમાંથી ડોકિયું કરી નીચે જાેવા જતા જાળીના ગેપમાંથી બાળક નીચે પટકાયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરજ પરના તબીબોએ બાળકને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યો હતો . ઘટના અંગે ગોડાદરા પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article