૩૭ વર્ષની યુવતી થાઈલેન્ડની PM બનશે!.. આ રેસમાં વિશ્વના ૫ સૌથી યુવા ટોચના નેતાઓ પણ સામેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડની સંસદ દ્વારા આગામી પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા છે, તે થાઈલેન્ડના પૂર્વ પીએમ તાક્સીન શિનાવાત્રાની પુત્રી છે. ૩૭ વર્ષની ઉંમરે તે દેશના સૌથી યુવા વડાપ્રધાન હશે અને તેની કાકી યિંગલક શિનાવાત્રા પછી આ પદ સંભાળનાર બીજી મહિલા હશે. તે ૨૧ ઓગસ્ટે ૩૮ વર્ષની થશે. આ હિસાબે તે ટોપ ૧૦માં પણ નથી. ચાલો જાણીએ વિશ્વના સૌથી યુવા ટોચના નેતાઓ કોણ છે.

thailand


૨૮ મે ૧૭૫૯ ના રોજ જન્મેલા વિલિયમ પિટ ધ યંગર, ૧૭૮૩ થી ૧૮૦૧ સુધી યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન હતા. તેઓ ૧૮૦૪માં ફરી એકવાર ઁસ્ બન્યા પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા કારણ કે તેમનું ૨૩ જાન્યુઆરી ૧૮૦૬ના રોજ અવસાન થયું હતું. તેઓ વિશ્વના સૌથી યુવા પીએમ બન્યા, જ્યારે તેમણે પ્રથમ વખત ખુરશી સંભાળી ત્યારે તેમની ઉંમર માત્ર ૨૪ વર્ષ અને ૨૦૫ દિવસ હતી.


સેબેસ્ટિયન કુર્ઝનો જન્મ ૨૭ ઓગસ્ટ ૧૯૮૬ના રોજ થયો હતો. તેઓ બે વખત ઓસ્ટ્રિયાના ચાન્સેલર હતા. પ્રથમ ટર્મ ૨૦૧૭ થી ૨૦૧૯ અને બીજી ટર્મ ૨૦૨૦ થી ૨૦૨૧ સુધીની હતી. તેઓ વિશ્વના સૌથી યુવા ચાન્સેલર બન્યા, જ્યારે તેઓ ૩૧ વર્ષ, ૧ મહિનો અને ૧૯ દિવસના હતા.


વાલ્ડેમાર પાવલકનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૯૫૯ના રોજ થયો હતો. તેઓ વર્ષ ૧૯૯૨માં થોડા સમય માટે પોલેન્ડના વડા પ્રધાન બન્યા હતા, જ્યારે તેઓ માત્ર ૩૨ વર્ષ અને ૮ મહિનાના હતા. ૧૯૯૩માં તેઓ બે વખત દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારબાદ ૧૯૯૫ સુધી સત્તા સંભાળી. નવેમ્બર ૨૦૦૭ થી નવેમ્બર ૨૦૧૨ સુધી, તેઓ પોલેન્ડના ડેપ્યુટી પીએમ હતા.


સન્ના મારિનનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૮૫ના રોજ થયો હતો. તે ૨૦૧૯ થી ૨૦૨૩ સુધી ફિનલેન્ડની વડાપ્રધાન રહી હતી. જ્યારે તે પોતાના દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર ૩૪ વર્ષ અને ૨૫ વર્ષની હતી. એટલે કે વિશ્વની સૌથી યુવા મહિલા પીએમ બનવાનો રેકોર્ડ તેમના નામે છે.


ઓલેક્સી હોનચારુકનો જન્મ ૭ જુલાઈ ૧૯૮૪ના રોજ થયો હતો. તેઓ ૨૯ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ યુક્રેનના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા, જ્યારે તેઓ ૩૫ વર્ષ ૧ મહિનો અને ૨૨ દિવસના હતા, જાેકે તેઓ એક વર્ષ અને ૪ માર્ચ ૨૦૨૦ના રોજ પણ તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા. ખુરશી છોડવી પડી.

Share This Article