અમદાવાદમાં ૩૬ વર્ષિય મહિલાએ તેના ૨૩ વર્ષિય પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદી કિનારેથી એક યુવકની લાશ મળી આવી હતી
અમદાવાદ :
ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર મળી આવેલી એક યુવક લાશ મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આ મામલો આપઘાત સાથે જાેડાયેલો નથી પણ હત્યા હોવાનું સામે આવ્યું છે. જાે કે, આ કેસમાં ચોંકાવનારી બાબત તો એ છે કે હત્યાને અંજામ મૃતકની પત્ની અને પ્રેમીએ જ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ ખાતે નદી કિનારેથી એક યુવકની લાશ મળી આવી હતી. ત્યારે આ મામલે પોલિસ દ્વારા મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરાઇ. તપાસમાં સામે આવ્યુ હતુ કે આરોપી પત્ની સાફિયા અને અહમદ એકબીજાના પ્રેમમાં હતા. ત્યારે ૩૬ વર્ષિય સોફિયાએ તેના ૨૩ વર્ષિય પ્રેમી અહમદ સાથે મળી મહેરબાન ખાનની હત્યા કરી નાખી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, દોઢ વર્ષ પહેલા મહેરબાન ખાનને સોફિયા અને અહેમદના પ્રેમ સંબંધની જાણ થઈ ગઇ હતી અને તેને કારણે પતિ-પત્ની વચ્ચે ઘણીવાર તકરાર થતી હતી. આ માટે સોફિયાએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનું કાવતરું રચ્યું અને મેડિકલ સ્ટોરમાંથી ઉંઘની દવા ખરીદી અને પતિને કોફીમાં પીવડાવી દીધી. આ પછી દોરડાથી ગળું દબાવી પતિની હત્યા કરી નાખી. હત્યા બાદ મૃતદેહને બાઈક પર લઈ જઈ રિવરફ્રન્ટ ઈસ્ટ પર ફેંકી દીધો હતો. જાે કે, હત્યા બાદ સાફિયાએ પોતે પતિના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી. સોફિયા અને મહેરબાન ખાનના લગ્ન ૭ વર્ષ પહેલા થયા હતા, અને બંનેને કોઈ સંતાન નહોતું. મૂળ ઉત્તર પ્રદેશનું આ દંપતી દાણીલીમડામાં રહેતું હતું. પરંતુ લગભગ પોણા બે વર્ષ પહેલા સોફિયાની પાડોશમાં રહેતા અહેમદ સાથે મિત્રતા થઈ અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. જાે કે પતિને પ્રેમ સંબંધની જાણ થતા બંનેએ તેને રસ્તામાંથી હટાવી દીધો.જાે કે, આખરે દોઢ વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને વધુ તપાસ માટે આરોપીઓને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને સોંપ્યા છે.

Share This Article