કડીના કુંડોળ ગામનો એક ૨૬ વર્ષીય યુવક જન્મદિવસે જ મોતને ભેટ્યો છે. નિત્યક્રમ મુજબ તે ખાનગી કંપનીમાં પોતાની નોકરીએ જવા નિકળ્યો હતો. કંપનીમાં પહોંચીને ફરજ પર કામ કરતો હતો, એ દરમિયાન જ તે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો હતો. અન્ય કર્મચારીઓ તેની મદદે દોડી આવ્યા હતા, પરંતુ તે ત્યાં જ ઢળી પડ્યો હતો. સાથી કર્મચારીઓએ તેને તુરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર માટે લઈ જવાતા તબિબોએ મૃત જાહેર કર્યો. યુવકનો જે દિવસે તે મોતને ભેટ્યો તે તેનો જ જન્મ દિવસ હતો અને હવે એજ દિવસ મોતને ભેટતા તેના પરિવારજનો અને મિત્રોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયુ હતુ.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more