10 મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા લિંગ પરિવર્તનનું પ્રમાણપત્ર આપવામાં આવશે
મહેસાણા : પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ 10 મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા પ્રમાણપત્ર લિંગ પરિવર્તનનું આપવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મહેસાણા તાલુકાના એક ગામની મહિલાએ સપ્ટેમ્બર ૧૯૯૭માં શહેરી વિસ્તારની એક હોસ્પિટલમાં પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. જે દિકરીએ પોતાના જન્મના ૨૫ વર્ષે બાદ યુવાનીમાં પોતે યુવતીમાંથી યુવક બનવા સુરતની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. લિંગ પરિવર્તન બાદ યુવતીમાંથી યુવક બનેલા વ્યક્તિએ પોતાના જન્મના પ્રમાણ પત્રમાં પોતાનું નામ અને જાતિ બદલાવવા માટે મહેસાણા નગરપાલિકા કચેરી આવી જન્મ- મરણ શાખામાં અરજી કરી હતી અને બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરી પુરૂષનું બર્થ સર્ટિફિકેટ ઈશ્યુ કરવા રજૂઆત કરી હતી. લિંગ પરિવર્તનની સર્જરી બાદ ૨૫ વર્ષીય સ્ત્રી પોતે પુરુષ હોવાનું અરજી કરતા મહેસાણા પાલિકા મુજવણ માં મુકાઈ હતી જેથી તેમણે ઉપરી વિભાગમાં આ અંગેનો અભિપ્રાય સાથે સૂચન માગ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલે સરકારના ગૃહ વિભાગ માંથી કાયદાની જાેગવાઈ મુજબ નિયમાનુસાર અરજદારના લિંગ પરિવર્તનના પુરાવા મેડિકલ સર્ટિફિકેટ આધારે અરજીનો નિકાલ કરવા અભિપ્રાય આપ્યો હતો. ત્યાં મહેસાણા પાલિકા દ્વારા નિયમાનુસાર પ્રોટેક્શન એકટની કલમ ૭ મુજબ અરજદારનું નામ અને સ્ત્રી જાતિના જન્મના પ્રમાણપત્ર સુધારો કરી પુરુષ જાતિ અને નવા નામ વાળું જન્મનું પ્રમાણપત્ર ઈશ્યૂ ટુંક સમયમાં આપશે તેવી વાત રજૂ કરી હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more