ઇન્ટરપોલે ૨૨ વર્ષીય ડ્રગ કિંગપિનને પકડી પાડ્યો છે જે છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. તેની ધરપકડ પણ તેની પત્નીની ગર્ભાવસ્થાના કારણે થઈ હતી. હા, ઈન્ટરપોલને એક ટિપ મળી કે તેની પત્ની બાળકને જન્મ આપવાની છે અને આ માટે તે હોસ્પિટલની મુલાકાત લેતો રહે છે. આ માહિતી મળતાની સાથે જ ઈન્ટરપોલની ટીમ હરકતમાં આવી ગઈ હતી.ઉરુગ્વેનો નાગરિક ડિએગો નિકોલસ માર્સેટ આલ્બા ઘણા વર્ષોથી કાયદાની ચુંગાલમાંથી બચવામાં સફળ રહ્યો હતો અને હવે તેની બ્રાઝિલમાંથી ધરપકડ કરવામાં આવી છે.. ડ્રગ કિંગપિન ડિએગો માર્સેટ બ્રાઝિલ, બોલિવિયા, પેરાગ્વે અને ઉરુગ્વેમાં પોતાની ઓળખ બદલીને વર્ષોથી જીવતો હતો. ડ્રગ માફિયાઓ દક્ષિણ અમેરિકામાં મોટો કારોબાર ચલાવે છે. ડિએગો ડ્રગ સ્મગલર પણ હતો અને ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્ક સાથે નજીકથી કામ કરતો હતો. આ નેટવર્ક દક્ષિણ અમેરિકાથી યુરોપમાં મોટા પાયે ડ્રગ્સની દાણચોરી કરતું હતું. ૨૨ વર્ષીય ડિએગો માત્ર ડ્રગ સ્મગલિંગમાં જ સંડોવાયેલો ન હતો, પરંતુ તે ઘણી હાઈ-પ્રોફાઈલ હત્યાઓમાં પણ સામેલ હતો.. ડિએગોની ધરપકડ ઇન્ટરપોલ દ્વારા શેર કરાયેલી ગુપ્ત માહિતી દ્વારા કરવામાં આવી હતી કે માર્સેટની બોલિવિયન પત્ની ચેકઅપ માટે બ્રાઝિલની એક હોસ્પિટલમાં આવી હતી. જેમ જેમ ડિલિવરીની તારીખ નજીક આવી રહી હતી, તેણીએ નિયમિતપણે હોસ્પિટલમાં જવું પડતું હતું. ઇન્ટરપોલને આ માહિતી મળી હતી. બ્રાઝિલની પોલીસને શંકા જતાં તેની પત્ની સામે સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિએગો પોતે તેની પત્ની સાથે ઘરે રહે છે તેવું બહાર આવ્યું હતું. તેના આગમન પર ઇન્ટરપોલની ટીમે તેને પકડી લીધો હતો.. બ્રાઝિલના આંતરરાષ્ટ્રીય સહકારના નિર્દેશક અને અમેરિકા માટે ઇન્ટરપોલના વાઇસ પ્રેસિડેન્ટ વાલ્ડેસી ઉરક્વિઝાએ ડ્રગ કિંગપિનની ધરપકડને વૈશ્વિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. આ ધરપકડ “ઓપરેશન એ અલ્ટ્રાન્ઝા પીવાય” નો એક ભાગ હતી, જે સંગઠિત અપરાધ અને મની લોન્ડરિંગ સામે લડવા માટેનું ઓપરેશન હતું. પેરાગ્વેના ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ દરોડા, ૩૦ ધરપકડ વોરંટ અને ેંજીઇં૧૦૦ મિલિયનથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more