સુરતના ઉધનામાં ૧૭ વર્ષીય કિશોરીને ડેન્ગ્યૂ ભરખી ગયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં વરસાદે લીધા વિરામ બાદ રાજ્યભરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. જ્યાં સુરતમાં પણ રોગચાળો જોવા મળ્યો છે. સુરતના ઉધનામાં ૧૭ વર્ષીય કિશોરીને ડેન્ગ્યૂ ભરખી ગયો. કિશોરીનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. કિશોરીને બે-ત્રણ દિવસથી હતી તાવની અસર હતી. જેના પગલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ છે. અત્યાર સુધી સુરતમાં રોગચાળાના કારણે ૩૧ લોકોના મોત નિપજ્યા છે. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૨૮ કેસ નોંધાયા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ૩૧ લોકોએ ડેન્ગ્યૂની સારવાર લીધી છે. આ અગાઉ સુરતના પાંડેસરામાં એક વૃદ્ધના મોત બાદ અલથાણમાં એક યુવકનું મોત થયું હતુ. ૨૨ વર્ષીય રિતેશ નામના યુવકનું તાવના કારણે મોત થયું હતુ. તે ફક્ત ૩ દિવસથી જ બિમાર હતો. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

Share This Article