17 વર્ષના કિશોરે 12 વર્ષની બાળા સાથે કર્યું ગંદુ કામ, પેટમાં દુ:ખાવો ઉપડતા ફૂટ્યો ભાંડો

Rudra
By Rudra 2 Min Read

નડિયાદમાં 17 વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી પડોશમાં રહેતી લઘુમતી કોમની 12 વર્ષની બાળા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પખવાડિયા પછી પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવ્યા બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે.

નડિયાદમાં ફોઈના ઘરે રહેતી લઘુમતી કોમની 12 વર્ષીય સગીરાને પડોશમાં રહેતા 17 વર્ષીય કિશોરે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાએ પોતાની ફોઈને કહ્યું હતું કે, આપણા ઘરની સામે રહેતો કિશોર તેણીની સાથે બોલવાનું કહી મળવાની જીદ કરે છે. જેથી સગીરાની ફોઈએ કિશોરના ઘરે તેની માતાને મળી કિશોરની હરકત બાબતે જાણ કરી હતી. સામે માતાએ પણ દીકરાને ઠપકો આપશે તેવી વાત પણ કરી હતી. બાદમાં તે જ દિવસે બપોરે સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તેના ફોઈ તેણીને દવાખાને લઈ જઈ દવા કરાવી હતી. તો પણ સાંજ સુધી તેને સારૂ ન લાગતા ફોઈએ પ્રેમથી ભત્રીજીને પુછતા તેણીએ જણાવેલું કે, પડોશમાં રહેતો કિશોર પ્રેમજાળમાં ફસાવી ઈશારા કરી મને બોલાવતો હતો અને મારી સાથે બોલવા માટે જીદ કરતો હતો.

આજથી પખવાડિયા અગાઉ આ કિશોરે મને નજીક આવેલી ઓરડીમાં સવારના સમયે લઈ જઈ મારે સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે આ દુઃખાવો થાય છે. જે તે સમયે મે કોઈને આ વાતની જાણ કરી નહોતી. પરંતુ 12 ઓક્ટોબરના રોજ આ કિશોરે ફરીથી મને આ ઓરડીમાં લઈ જઈ શારિરીક અડપલા કર્યા હતા. સમગ્ર બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો નડિયાદ ટાઉન પોલીસની ટીમે દુષ્કૃત્ય કરનારા સગીરની અટકાયત કરી લીધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Share This Article