ચોમાસામાં વડોદરાવાસીઓની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. પહેલા ભારે વરસાદથી ભયંકર પૂર પ્રકોપ પછી મગરોનો ત્રાસ અને હવે વધુ એક મુસીબત સામે આવી છે.
વડોદરાની આસપાસના ખેતરોમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં મગરોની સાથે સાથે અજગર તેમજ અન્ય જળચર આવી જવાના વારંવાર બનાવ બની રહ્યા છે. ત્યારે આજે એક ખેતરમાંથી 10 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરા પાસેના ધુમાડ ગામે રમેશભાઈ માળીના ખેતરમાં મહાકાય અજગર નજરે પડતાં લોકો ભેગા થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ગ્રામજનોની મદદ લઈને 10 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને ઓફિસે લઈ ગયા બાદ સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.