પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇંડિયાના આહવાન બાદ ભારત ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે અમદાવાદની ઉદ્યોગસાહસિક મહિલા દ્વારા ફ્રાબોન ઇંડિયા ટેક સોલ્યુશન્સ અંતર્ગત અનેક વિશેષતાઓ સાથે ભારતની સર્વપ્રથમ હોલસેલ અને રિટેલ વીડિયો શોપિંગ પ્લેટફોર્મ એપ ‘ફ્રાબોન’ની રજૂઆત કરવામાં આવી છે. મુખ્યત્વે બી૨બી અને બી૨સીની વિભાવના ધરાવતી ફ્રાબોન એપ ડિજિટલ પ્લેટફોર્મ પર ક્રાંતિકારી એપ્લિકેશન સાબિત થવા માટે પૂર્ણ રીતે સજ્જ છે. આ એપની મહત્વપૂર્ણ બાબત એ છે કે તે ભારતમાં લોંચ થયેલી તેના પ્રકારની સર્વપ્રથમ એપ્લિકેશન છે, જે ગ્રાહકો અને વેચાણકર્તા બન્નેને ખરીદી અને વેચાણનો સરળ અને સંતોષકારક અનુભવ પુરો પાડે છે.
ફ્રાબોન એપની રજૂઆત પ્રસંગે ફ્રાબોન ઇંડિયા ટેક સોલ્યુશન્સના ફાઉન્ડર રાજ્ઞી પરીખે જણાવ્યું, “ફ્રાબોન ખાતે માત્ર મોબાઇલ એપ્લિકેશનને રજૂઆત કરવા પુરતી સિમિત ન રાખતા ડિજીટલ ક્ષેત્ર સંકળાયેલા ગ્રાહકો અને વેપારીઓને એક અદ્રિતીય અનુભવ પુરો પાડવાના ધ્યેય સાથે ફ્રેબોન એપની રજૂઆત કરવામાં આવી છે, જે પ્રોડક્ટ વીડિયો માર્કેટપ્લેસ પ્લેટફોર્મના માધ્યમથી બી૨બી અને બી૨સી બન્ને પ્રકારે બજાર માંગને સંતોષકારક બનાવે છે. આજે જ્યારે ડિજિટાઇઝેશનનો વ્યાપ વધ્યો છે, ત્યારે વીડિયો શોપિંગ પ્લેટફોર્મ પુરૂ પાડી માર્કેટિંગ થકી અમે સેવાઓ અને પ્રોડક્ટસને વિશાળ વર્ગ સુધી સરળતાથી પહોંચાડવા માટે સક્ષમ માધ્યમ બનવાની ખાતરી આપીએ છીએ.”
અમદાવાદ સ્થિત યુવા મહિલા ઉદ્યોગસાહસિક દ્વારા સ્ટાર્ટઅપના ભાગરૂપે લોંચ કરાયેલ ફ્રાબોન એપ ડિજીટલ ઇંડિયા, મેક ઇન ઇંડિયા અને સ્ત્રીશક્તિકરણના ત્રણેય પહેલુઓને સમર્થન આપે છે. “આ એપ્લિકેશનને વધુ અસરકારક બનાવવા માટે હાલ પુરતુ અમે દેશના પશ્ચિમ પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, ત્યારબાદ વિવિધ તબક્કામાં અન્ય પ્રાંતોમાં પણ તેનું વિસ્તરણ કરવામાં આવશે. ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિને છેવાડા સુધી પહોંચ બનાવવા માટે ફ્રાબોન પોતાના પાર્ટનર પ્રોગ્રામ અંતર્ગત પ્રિપેડ સબ્સસ્કિપ્શન કૂપનના માધ્યમથી એક્સપાંસન કરી તાલુકા સ્તરે ભાગીદાર બનાવશે, જેથી વધુમાં વધુ ગ્રાહકો અને વેપારીઓ સુધી પહોંચી શકાય.” – તેમ વધુમાં રાગિણી પરીખે જણાવ્યું હતુ.
ડિજિટલ ઇંડિયા, મેક ઇન ઇંડિયા અને સ્ત્રીસશક્તિકરણ સાથેની યુવા સ્ટાર્ટઅપ ‘ફ્રાબોન’ એક એવી એપ છે જેમાં સેલર્સ વીડિયો માર્કેટીંગ કરી લાખો લોકો સુધી પહોંચ બનાવી શકશે અને તદ્દન તે જ રીતે ગ્રાહકો પણ પ્રોડક્ટ કે સર્વિસ વિશેની માહિતી મેળવી શકે છે અને સેલર્સ કે બાયર્સ સીધા જ ચેટના માધ્યમથી એકબીજા સાથે જોડાઇ જાય છે. આ માટે તેઓ બન્નેને કોઇ કમિશન અને ટ્રાન્ઝેક્શન ખર્ચ લાગુ પડતો નથી. આમ સીધી રીતે ગ્રાહકો સાથે ચેટના માધ્યમથી જોડાવાથી વેપારી વર્ગ બજાર માંગને જાણવાની સાથે સાથે પોતાના અલગ જ ગ્રાહક આધારનું નિર્માણ કરે છે. આ ઉપરાંત ‘નિયર બાય ફિચર્સ’ ગ્રાહકોને જરૂરી પ્રોડક્ટ કે સર્વિસ સુધી ત્વરિત પહોંચ મેળવવા માટે સક્ષમ બનાવે છે.
સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ગ્રાહકો માત્ર ફોન નંબર રજીસ્ટર કરાવી ફ્રાબોન એપ થકી ખરીદીનો સંતોષકારક અને અદ્રિતીય અનુભવ પ્રાપ્ત કરી શકે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા સેલર્સ માટે ફ્રાબોન સાથે જોડાઇને પોતાની પ્રોડક્ટ કે સર્વિસનો વ્યાપ વિશાળ સમુદાય સુધી પહોંચાડવા માટે જીએસટી નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે અને આ માટે તેઓએ માત્ર માસિક સબ્સસ્ક્રિપ્શન આપવાનું રહે છે.