શિમલામાં પાણીની ભયંકર અછત : લોકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની શક્યતા વચ્ચે પોલીસ સુરક્ષા 

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લગભગ મોટા ભાગના લોકો માટે ઉત્તમ ગણી શકાય એવા પર્યટન સ્થળ શિમલામાં હાલ પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે અત્યાર સુધીના સમયમાં પહેલી વખત શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના 62 કર્મચારીઓને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. આ 62 લોકો શિમલામાં વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનના વાલ્વ ખોલવાનુ કામ કરે છે.

બ્રિટિશરોના જમાનાની વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોવાથી દરેક એરીયામાં વાલ્વ ખોલવાની ચાવી હોય છે. આ ચાવી પાણી આપવાના ટાઈમે ખોલવાની જવાબદારી આ કર્મચારીઓ પર છે. પણ સ્થિતિ એવી છે કે પાણી નહી મળવાના કારણે વાત વાતમાં ઝઘડા અને મારામારીઓ થઈ રહી છે.કોર્પોરેશનના કર્મચારીઓને લોકો ગાળો આપે છે અને તેમની સાથે મારામારી પર પણ ઉતરી આવે છે.

પાણીના મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન એવો પણ આરોપ મુકાયો હતો કે વાલ્વ ખોલનારા કર્મચારીઓ અમુક હોટલો અને વીવીઆઈપી વ્યક્તિઓની ફેવર કરે છે અને તેમના વિસ્તારમાં લાંબો સમય પાણી આવે તેવી રીતે વાલ્વ ખુલ્લો રાખે છે. જેના કારણે પણ તેમની પર વોચ રાખવામાં આવી છે.

Share This Article