ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને `તેમના ઉત્તમ પ્રદર્શન માટે ઇનામ મળવાનુ છે. BCCI એ એલાન કર્યુ છે કે, 2016-17 અને 2017-18માં વિરાટ કોહલીના પ્રદર્શન માટે તેમને પોલી ઉમરીગર એવોર્ડથી નવાજવામાં આવશે. કોહલીને 12 જૂનના રોજ બેંગ્લોરમાં યોજાનાર BCCIના એવોર્ડ સમારંભમાં એવોર્ડ આપવામાં આવશે. BCCI બીજા ક્રિકેટરને પણ એવોર્ડથી નવાજશે.
વિરાટ કોહલીને ચોથી વાર પોલી ઉમરીગર એવોર્ડ મળશે. કોહલી આવા પહેલા ક્રિકેટર બનશે જેને પોલી ઉમરીગર એવોર્ડ મળી રહ્યો છે. 2011-12, 2014-15, 2015-16 અને 2017-18 માટે વિરાટને આ એવોર્ડ મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે પોલી ઉમરીગર એવોર્ડ ઇન્ટરનેશનલ સ્તર પર અદભૂત પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે.
વિરાટ કોહલીને આ એવોર્ડ પુરુષ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. જ્યારે મહિલા કેટેગરીમાં આ એવોર્ડ હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાનાને આપવામાં આવશે. વિરાટ કોહલીએ 2017માં દરેક ફોર્મેટમાં અદભૂત પ્રદર્શન કર્યુ હતુ. ભારત માટે આ ખૂબ ખુશીની વાત છે કે વિરાટ કોહલીને આ એવોર્ડ મળી રહ્યો છે. વેલ કોન્ગ્રેચ્યુલેશન્સ વિરાટ..!!