સલમાન ખાન એક સદાબહાર એક્ટર છે. જેકી શ્રોફ, અનિલ કપૂર, સંજય દત્ત અને અમિતાભ બચ્ચનની જેમ તે પણ દરેક કેરેક્ટર ખૂબ સારી રીતે નિભાવી જાણે છે. લોકો તેમને આવા લૂકમાં જોવાનુ પસંદ પણ કરે છે.
સલમાન ખાન ક્યારેય તે નથી જોતા કે તે પિતાનો રોલ કરી રહ્યા છે કે દાદાનો રોલ કરી રહ્યાં છે. તે ફક્ત તેમના પાત્ર પર જ ફોકસ કરે છે. જ્યારે સલમાનને પૂછવામાં આવ્યુ કે, અમિતાભ, જેકી અને અનિલ જેવા કલાકાર જ્યારે 50 વર્ષના થયા ત્યારે તેમણે પિતાના અને દાદાના પાત્ર ભજવવાના શરૂ કરી દીધા હતા. તમે ક્યારે પિતાનું પાત્ર ભજવશો, આ પ્રશ્નના જવાબમાં સલમાને જણાવ્યું હતુ કે, ફક્ત તે જ નહી અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને આમિર ખાન પણ લીડ રોલ કરી જ રહ્યાં છે. દરેકને તે ફેઝથી પસાર થવાનું જ છે. શા માટે તે આટલા જલ્દી પિતા કે દાદાનો રોલ કરે.
સલમાને વધુમાં જણાવ્યું હતુ કે, આમિર ખાને દંગલમાં પિતાનો રોલ કર્યો છે અને વિર-ઝારામાં અમુક અંશે શાહરૂખે પણ વૃદ્ધનો રોલ કર્યો જ છે. સલમાને હસતા હસતા તેમ પણ કહ્યું હતુ કે હજૂ 25-30 વર્ષ તે આવા જ લીડ રોલ કરશે, બાદમાં પિતાનો રોલ કરવા માટે વિચારશે. એક અફવા પ્રમાણે સલમાન ફિલ્મ ભારતમાં વૃદ્ધ દેખાઇ શકે છે.