સીએનજી કિટ લગાવવા માગો છો તો તમારે રેગ્યુલેશન્સ વિશે જાણવું જરૂરી છે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

પેટ્રોલ કે ડિઝલ એમ  ઈંધણના પ્રકાર વિશે હંમેશા ચર્ચા ચાલતી રહે છે, ત્યારે લાંબા ગાળા સુધી ચાલનારા વાહન વ્યક્તિગત જરૂરીયાત અને ડ્રાઈવીંગની આવશ્યકતા પ્રમાણે તેમાં કયુ ઈંધણ યોગ્ય છે તે જોવામાં આવે છે, પણ તમને એ ખ્યાલ નહીં હોય કે ચોક્કસ પ્રકારના ઈંધણની તમારા વાહનની ઈન્સ્યોર્ડ વેલ્યુ, ક્યુબિક કેપેસિટી અને અન્ય પરિબળો સાથે તેના પ્રિમિયમ પર કેવી અસર થાય છે. જો તમે જરા ઊંડે ઉતરો તો તમને ખ્યાલ આવશે કે તમારી પેટ્રોલ કારના વીમાનું પ્રિમિયમ ડિઝલ કરતાં સસ્તું હશેે અથવા સીએનજી કે એલપીજી લગાવેલી કાર કરતા ઓછું હશે. ડિઝલ કાર મોંઘી  હોવાનું અને લાંબા અંતર સુધી ચલાવવા અને સીએનજી ફિટેડ વાહનોમાં હાઈ ઈન્સ્ટોલેશન કોસ્ટ સાથે વધુ મેઈન્ટેનન્સની જરૂર પડે છે. તરૂણ માથુર – ડિરેક્ટર, પોલિસીબાઝાર.કોમ

જો તમે સીએનજી કિટ લગાવવા માગો છો તો તમારે રેગ્યુલેશન્સ વિશે જાણવું જોઈએ કે જે તમારે મોટર ઈન્સ્યોરન્સ પોલિસીને અપગ્રેડ કરવા માટે અનુસરવાની જરૂર પડે છે. અહીં બે સંભવિત સ્થિતિઓ હશે હશે કે જેમાં તમે સીએનજી  કવરેજ પ્રાપ્ત કરવા ઈચ્છશોઃ


 સ્થિતિ ૧ – તમારી જૂની કારમાં સીએનજી કિટ લગાવવી:


આ કિસ્સામાં, તમારી કાર મોટર ઈન્સ્યોરન્સ પોલિસીથી કવર થયેલી હોવી જોઈએ, પછી તે કોમ્પ્રિહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ હો કે માત્ર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોય. જો તમે સીએનજી કિટ તમારી જૂની કારમાં લગાવવા ઈચ્છો છો તો તમારે તમારી ઈન્સ્યોરન્સ કંપનીને ચોક્કસ જાણ કરવી જોઈએ કે જેથી તે સીએનજી કિટને અલગથી ઈન્સ્યોર કરે. આરસીમાં પણ તેનું અપગ્રેડેશન જરૂરી છે. બીજું, તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કિટ કોઈ અધિકૃત વર્કશોપ દ્વારા જ લગાવવામાં આવે. તમારા ઈન્સ્યોરર તમારી ઈન્સ્યોરન્સ પોલિસી અપગ્રેડ કરતા પહેલા તેનું નિરીક્ષણ કરી શકે છે.

જો તમે આ પ્રોસિજરમાં નિષ્ફળ રહેશો તો પરિણામો તમારી તરફેણમાં નહીં આવે. તમારી ઈન્સ્યોરન્સ કંપની તમારા ભવિષ્યના કોઈ દાવાને ધ્યાન પર લેશે નહીં કેમકે સીએનજી વાહન સાથેનું જોખમ પેટ્રોલ કે ડિઝલ પર ચાલતી કાર કરતા વધુ હોય છે.


 સ્થિતિ ૨ પ્રિ-ફિટેડ સીએનજી વાહન ખરીદવું:


તમારૂ પ્રિ-ફિટેડ નવું સીએનજી વાહનનો વીમો પેટ્રોલ કે ડિઝલના વાહન માટેના વીમાની જેમ લેવાનો હોય હોય છે કેમકે સીએનજી કિટ મેન્યુફેક્ચરર દ્વારા જ લગાવવામાં આવી હોય છે. તમારે માત્ર તમારી આરસી બૂકમાં સીએનજી પ્રકાર દર્શાવવો પડશે.

તમારી ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રિમિયમ પર અસર

મોટર ઈન્સ્યોરન્સ પ્રિમિયમ મોટાભાગે ઈન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ, વાહનના એન્જિનની ક્યુબિક કેપેસિટી, ઈંધણના પ્રકાર અને વિવિધ અન્ય પરિબલો પર આધારિત હોય છે જે તમારે તમારી કાર માટે ઈન્સ્યોરન્સ ખરીદતી  વખતે ચૂકવવાનું હોય છે. અહીં ખાસ કરીને નવા વાહનના ઈંધણના પ્રકાર, ઈન્સ્યોરન્સ પ્રિમિયમમાં તફાવતને પેટ્રોલ કે ડિઝલથી ચાલતી કારના પ્રિમિયમ સાથે સરખાવવાની વાત કરીએ છીએ.નીચેના ટેબલમાં નવી મારૂતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈમાં ઈંધણના પ્રકારના આધારે પ્રિમિયમમાં તફાવત દર્શાવાયો છે.


 

ઈંધણખુદના નુકસાન અંગે પ્રિમિયમથર્ડ પાર્ટી પ્રિમિયમપીએ કવર

 

સીએનજી૧૨,૪૨૫૨,૯૨૩૧૦૦

 

ડિઝલ૧૨,૨૦૬૨,૮૬૩૧૦૦

 

પેટ્રોલ૧૧,૬૨૫૨,૮૬૩૧૦૦

 

પ્રિમિયમ તમામ ૫૯૦૯૩ની તમામ કારમાં જનરલાઈઝ્‌ડ આઈડીવી એચડીએફસી અર્ગો જનરલ ઈન્સ્યોરન્સમાં ધરાવે છે.

જો કે તમે તમારી જૂની કારમાં સીએનજી કિટ લગાવો તો પ્રિમિયમમાં તફાવત આવે છે. તમારે ઈન્ડિયન મોટર ટેરિફ પ્રમાણે થર્ડ પાર્ટી લાયેબિલિટીઝ ઈન્સ્યોર કરવા માટે વધારાના રૂ. ૬૦ ચૂકવવાના રહે છે. જ્યારે ખુદના નુકસાન અંગેના પ્રિમિયમમાં વધારો વીમેદારોમાં અલગ હોય છે અને તે સીએનજી કિટની કિંમતના ૪ ટકા સુધીનો હોય છે. ઉદાહરણ તરીકે, સારી ગુણવત્તાની કિટની કિંમત રૂ. ૫૦૦૦૦ છે. હવે ધારો કે તમારી વીમા કંપની કિટની કિંમતના ૪ ટકા લેખે પ્રિમિયમ વધારવા કહે છે તો તમારે વધારાના ૨૦૦૦ રૂપિયા ચૂકવવાના રહે છે.


સારાંશ:


સીએનજી વાહન ખરીદવું કે સીએનજી કિટ પછી લગાવવી એ સારો વિચાર કહી શકાય કેમકે તે તમારા ખિસ્સા પર ઓછો બોજ આપશે તેમજ લાંબા ગાળે તે પર્યાવરણ માટે પણ અનુકૂળ નીવડે છે.

Share This Article