એક સપ્તાહથી દેશી બોફોર્સ ગન ધનુષના અપડેટેડ વર્ઝન ધનુષ-2નું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ ગનનું ટ્રાયલ રાજસ્થાનના જેસલમેર જીલ્લાના પોખરણ ફિલ્ડ ફાયરીંગ રેંજમાં થઇ રહ્યું છે. હજૂ એક અઠવાડિયા સુધી ગનનું ટ્રાયલ થશે. બાદમાં તેને ભારતીય આર્મીને સોંપી દેવામાં આવશે.
શું થયુ છે અપગ્રેડ
ધનુષ ગન 38 કિલોમીટર સુધી ટાર્ગેટ કરે છે. જ્યારે ધનુષ-2 42 કિલોમીટર સુધીના ટાર્ગેટને વિંધી શકશે. બે વર્ષ પહેલા પણ ધનુષ-2નું ટ્રાયલ કરવામાં આવ્યું હતું , પરંતુ તે સમયે ગનનું બેરલ ફાટી જતા વચ્ચે જ ટ્રાયલને અટકાવી દેવામાં આવ્યું હતું.
ધનુષ-2નું બેરલ 8 મીટર લાંબુ છે. આ દુનિયાની સૌથી લાંબી બેરલ છે. 8 મિટર લાંબી બેરલ વાળી તોપ દુનિયામાં ફક્ત અમેરિકા, ઇઝરાયલ અને રુસ પાસે જ છે. ધનુષનું કેલિબર 45 જ હતું, જ્યારે ધનુષ-2નું કેલિબર 52 છે. અપગ્રેડ વર્ઝન 7 કેલિબર વધારે ક્ષમતા ધરાવે છે.
ભારતીય આર્મી, વાયુસેના અને નેવી પાસે અપગ્રેડ થયેલા હથિયાર હોય તો ભારતીય સેના દુશ્મનો સામે દેશની રક્ષા કરી શકશે. દુનિયામાં દરેક દેશ હવે પોતાની પાસે અપગ્રેડ હથિયાર હોય તે માટેના પ્રયત્ન કરી રહી છે. ત્યારે ભારતે પણ ધનુષ-2નું નિર્માણ કરી લીધું છે.