પેટ્રોલિયમ પેદાશના ભાવમાં મામૂલી ઘટાડો થવા પર તેલાંગણાના એક વ્યક્તિએ વડાપ્રધાન રાહતફંડમાં 9 પૈસાનો ચેક મોકલાવ્યો હતો. તેલાંગણાના રંજના સિરસિલા જીલ્લાના ચંદૂ ગૌડેએ પ્રજાવાણી કાર્યક્રમમાં ડિસ્ટ્રીકિટ કલેક્ટર કૃષ્ણ ભાસ્કરને આ ચેક આપ્યો હતો. કલેક્ટરને કહ્યું હતુ કે આ ચેક વડાપ્રધાનને ખાસ આપે. ગૌડેએ એ પણ કહ્યું હતું કે, કર્ણાટકની ચૂંટણી પત્યા બાદ પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયો વધારો કરવામાં આવ્યો હતો. બાદમાં અમુક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો તેનો તે વિરોધ કરે છે.
ગૌડેએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં જેટલો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડાથી તેણે જેટલા રૂપિયા બચાવ્યા છે તેટલા રૂપિયા દાન કરે છે. તેણે એ પણ કહ્યું હતુ કે તેને આશા છે કે આ રૂપિયા વડાપ્રધાન સારા કામમાં વાપરશે.
ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ તેલાંગણા પેટ્રોલિયમ પેદાશો પર 35.2 ટકા વેટ લાગે છે. તેના કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાને છે. પેટ્રોલિયમ પેદાશના વધતા ભાવને કારણે સૌથી વધારે અસર ખેડુતોને થઇ છે.