ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતીની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠક આજે પૂર્ણ થશે. છેલ્લા ત્રણ દિવસથી આ સમિતી વ્યાજદરમાં ઘટાડો થાય તે માટેની ચર્ચા કરી રહ્યાં હતા. આજે તેનો નિર્ણય આવશે, આજે ખબર પડશે કે બેંક પાસેથી લોન લેવી તમને સસ્તી પડશે કે મોંઘી. આજે બપોર બાદ ભારતીય રિઝર્વ બેંકનો નિર્ણય આવી જશે.
RBI ગવર્નર ઉર્જીત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં નાણાકીય સમિતીના 6 સદસ્યો રેપોરેટમાં બદલાવને લઇને નિર્ણય લેશે. આ પ્રથમ વાર થયુ છે કે, RBIની પોલીસી બેઠક ત્રણ દિવસ ચાલી છે.
રોયલ પોલ્સ અનુસાર RBI બેંક લોનમાં વધારો નહી કરે. કદાચ ઓગસ્ટ સુધી બેંક લોનના વ્યાજમાં વધારો નહી થાય. પોલમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા અર્થશાસ્ત્રી પ્રમાણે RBI રેપોરેટમાં વધારો કરશે. ઘણા અર્થશાસ્ત્રી એવું કહે છે કે આવું નહી થાય. હવે શું નિર્ણય આવે છે તે આજ બપોર બાદ ખબર પડી જશે.
RBI ઘણી પોલીસીમાં સુધારો કરવાનું વિચાર રહ્યું છે. ઉર્જીત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો નિર્ણય શું આવે છે, તે બપોર બાદ જાણવા મળશે.