બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલ ટી-20માં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 6 વિકેટથી મ્હાત આપી હતી. બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાને ઇતિહાસ સર્જ્યો હતો. 3 ટી-20 મેચની સિરીઝમાં અફઘાનિસ્તાનની ટીમે 2-0ના સ્કોર સાથે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી રાશિદખાને કમાલનું પર્ફોમન્સ આપ્યુ હતુ. રાશિદે 4 વિકેટ લીધી હતી. જ્યારે સમીઉલ્લાહ અને નબીએ શાનદાર બેટીંગ કરીને અફઘાનિસ્તાનના ખાતામાં જીત ઉમેરી હતી.
આ મેચમાં અફઘાનિસ્તાને જીતનો સહેરો પહેરીને ઇતિહાસ સર્જ્યો હતો. અફઘાનિસ્તાન માટે આ પહેલી વાર છે, જ્યારે તે ટીમે બાંગ્લાદેશને ટી-20માં હરાવ્યું છે. ટી-20 મેચમાં અફઘાનિસ્તાન પહેલી વાર જીત્યું છે.
આ ટી-20 મેચમાં ટોસ જીતીને બાંગ્લાદેશે પહેલા બેટીંગ કરીવાનો નિર્ણય કર્યો હતો. તમીમ ઇકબાલની 43 રન કર્યા હતા. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 134 રન જ બનાવ્યા હતાં. રાશિદ ખાને 4 ઓવરમાં 12 રન આપ્યા હતા અને 4 વિકેટ લઇને બાંગ્લાદેશની કમર તોડી નાંખી હતી.
અફઘાનિસ્તાનને 135 રનનો લક્ષ્ય મળ્યું હતું. અફઘાનિસ્તાને 4 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.