ગઈકાલે એપલ ના સી.ઈ.ઓ. ટિમ કુક દ્વારા એપલની ડેવલોપર માટેની ઇવેન્ટ WWDC દરમિયાન મેકબુક, આઈફોન અને આઇપેડ માટેની નવી ઓપરેટિંગ સીસ્ટમ લોન્ચ કરી હતી. આ નવી સિસ્ટમ માં ડેવલોપર દ્વારા અનેક નવા ફીચર અને ઈમ્પ્રુવમેન્ટ કરાયા હતા. જેની એક યાદી ખબરપત્રીના ડોટ કોમના ટેક્નિકલ એસ્પર્ટ દ્વારા અહીં મુકાયેલ છે.
1 – સ્પીડ
જૂની કરતા નવી ઓપરેટિંગ સિસ્ટમ લગભગ બે ગણી ઝડપી અને ત્વરિત એક્શન લે તેવી છે. તેમાં કીબોર્ડ પણ લગભગ 50% ઝડપી ખુલી શકે તે માટે પ્રયોજન કરેલું છે. આ સિસ્ટમ જુના બધાજ ડિવાઇસ જેમાં iOS 11 છે તેમાં ચાલશે, અને ગતિશીલતા વધારવા માં મદદ કરશે,
2 – AR ( ઔગ્યુમેન્ટેડ રિયાલિટી )
નવી એ.આર કીટ દ્વારા હવે હેવી મલ્ટી પ્લેયર રમતો પણ રમી શકાશે અને તેની આ ખાસિયત ડેવલોપર પણ નવી રિલીઝ થયેલી એ આર કીટ ના ઉપયોગ થી તેઓની એપ્લિકેશન માં વાપરી શકશે,
3 – નવી એપ્લિકેશન
આ ઉપરાંત એપલ દ્વારા ઘણી નવી એપ્લિકેશન પણ લોન્ચ કરવા માં આવી હતી જેમાં વોઈસ આસિસ્ટન્સ સિરી શોર્ટકટ્સ અને માપણી માટેની એપ, તેની વિડીયો કોલિંગ ની એપ ફેસટાઈમ જેમાં હવે 32 જેટલી વ્યક્તિ એક સાથે વિડીયો ચેટ કરી સકશે.
4 – કસ્ટમ એનીમોઝી
તમેં હવે તમારા ચહેરા અને રંગ પ્રમાણે પોતાની આકૃતિ પસંદ કરી અને તેને અલગ અલગ એક્સપ્રેશન આપી અને વોઇસ ઓવર કરી શકો છે. એપલ ના નવા એનીમોઝી ફીચર તમની વધુ ક્રિયેટિવ બનાવશે
5 – ડિવાઇસ એનાલિસિસ
તમારા ડિવાઇસ કોણ અને ક્યારે કેટલું વાપરે છે તેના માટે નું એનાલિસિસ પણ હવે ડિવાઇસ બતાવશે, જો તમે તમારા બાળકને આ ડિવાઇસ વાપરવા આપતા હોવ તો તે કઈ એપ્લિકેશન કેટલી વાર સુધી વાપરે છે તેનું મૂલ્યાંકન તમે ડિવાઇસ ઉપર થી જોઈ શકશો
આમ આ પાંચ મુખ્ય ફીચર્સ ઉપરાંત બીજા અનિક ફીચર્સ એપલે આ ઇવેન્ટ માં લોન્ચ કાર્ય છે. ખબરપત્રી ડોટ કોમની આવનારી ટેક્નોલોજી પોસ્ટ માં આપ તેના વિષે વિગતવાર માહિતી મેળવી શકશો .
Photo credit : www.apple.com