ભારતના ફુટબોલ કેપ્ટન સુનિલ છેત્રીને મુંબઈમાં એરેના સ્ટેડીયમમાં ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ આજે ઈન્ટર કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં કેન્યા સામે ઉતરવા સાથે જ ૧૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની સિદ્ધિ મેળવી હતી, જેઓએ કેન્યા સામે ૧૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમી ભાઈચુંગ ભુટિયા પછી ભારતના ફૂટબોલને નવી પેઢીમાં લઈ જવાનું પ્રદાન જેણે આપ્યું છે.

ભારતના ખેલાડીઓએ મુંબઈના ફૂટબોલ એરેના સ્ટેડિયમમાં તે મેચ રમવા ઉતર્યા ત્યારે તેઓને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ મેચમાં તૈપીઈને ૫-૦થી હરાવ્યું હતું. જેમાં છેત્રીની હેટ્રિક સામેલ હતી. સુનિલ છેત્રીએ ૯૯ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૯ ગોલ ફટકાર્યા છે. જ્યારે ૨૩૦ કલબ મેચોમાં તેના ગોલનો આંક ૧૧૮ છે. છેત્રીની ચાહકોને સ્ટેડિયમમાં મેચ જોવા આવવાની અપીલને જોરદાર પ્રતિસાદ સાંપડયો હતો અને સ્ટેડિયમ ૭૦ ટકા પ્રેક્ષકોથી ભરાઈ ગયું હતું.

Share This Article