કાર એક્સિડેંટમાં મરતા મરતા બચી આ એક્ટ્રેસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કરન જોહરની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ની લીડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ ફિલ્મના લીધે ઘણા સમય પહેલાથી જ ચર્ચામાં છે. હાલમાં જ અનન્યા એક કાર એક્સિડેંટમાં મરતા મરતા બચી છે. અનન્યા પાંડે ચંકી પાંડેની દિકરી છે. ચંકીની જેમ પોતે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવવા અનન્યાએ કરન જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરનું શૂટિંગ શરૂ કરી દીધુ છે.

અનન્યા પાંડે કરન જોહરની ફિલ્મમાં વ્યસ્ત છે, ત્યારે એક સીનમાં અનન્યાએ ગાડી ચલાવવાની હતી. આમ તો અનન્યા ખૂબ સારુ ડ્રાઇવ કરી લે છે. પરંતુ આ વખતે ફિલ્મના સિનમાં બ્રેક વાગી નહી અને કાર એક ઝાડ સાથે ટકરાઇ ગઇ. જાણવા મળ્યું છે કે આ દુર્ઘટનામાં અનન્યાને કાંઇ વાગ્યુ નહોતું. અનન્યાએ પહેલાથી જ સેફ્ટી ગિયર્સ પહેરી  રાખ્યા હતા. આ ઘટના બાદ અનન્યા એકદમ નોર્મલ દેખાઇ હતી. તેણે આ ઘટના બાદ પણ શૂટિંગ ચાલુ રાખ્યુ હતું. કરન જોહરના પ્રોડક્શનમાં બની રહેલી સ્ટુડન્ટ ઓફ ધ યર-2ને પુનીત મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યાં છે.

ફિલ્મનું એક શિડ્યુએલ મસૂરીમાં અને ઋષિકેશમાં શૂટ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરની સિકવન્સ છે. સ્ટુડન્ટ ઓફ ધ યર દરમિયાન વરુણ આલિયા અને સિદ્ધાર્થે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા અનન્યા પાંડે ડેબ્યુ કરી રહી છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/f9f43583a626b9e4464b35bfac9914cc.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151