અમેરિકાના ગ્વાતેમાલામાં ફ્યૂગો જ્વાળામુખીમાં થયેલા વિસ્ફોટથી 25 લોકોનાં મોત થયા છે. 300થી વધુ લોકો જખમી થયા છે. જ્વાળામુખીના કારણે રાખ અને લાવાના બ્લાસ્ટ્ થઇ રહ્યા છે. ઓફિસરોનું કહેવું છે કે, 1974 બાદ રવિવારે ફ્યૂગોમાં એટલો જોરદાર બ્લાસ્ટ થયો છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
પ્રેસિડન્ટ જિમી મોરાલેસ હાલ વિદેશ વિભાગ સાથે મીટિંગ કરી રહ્યા છે. દેશમાં ઇમરજન્સી લાગુ કરવા અંગે પણ વિચાર વિમર્શ ચાલી રહ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો લાવા અને રાખ 8 કિમી સુધીના હિસ્સામાં ફેલાઇ હતી. ફ્યૂગોમાં આ વર્ષે બીજો મોટો વિસ્ફોટ થયો છે.
ગ્વાતેમાલાના કોનરાડ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના મહાસચિવ સર્જિયો કબાનાસના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદથી લાવાની એક નદી વહી રહી છે. આનાથી અલ રોડિયો નામના ગામ પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. લોકો બળી ગયા છે અને તેઓના મોત થયા છે. હાલ 25 લોકોનાં મોત થયાના સમાચાર છે,
પરંતુ આ આંકડો વધી પણ શકે છે. આ વિસ્તારથી 3 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓફિસરોના જણાવ્યા અનુસાર, ત્રણ સ્થળો અલ રોડિયો, અલોતેનાંગો અને સેન મિગુએલમાં સૌથી વધુ લોકોનાં મોત થયા છે.