પબ્લીક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) પોસ્ટ ઓફિસની એક એવી યોજના છે કે લોકોની થોડી થોડી બચતને મોટી કરી દે છે. આ એકાઉન્ટમાં જમા થતાં પૈસા પર સારા વ્યાજ સિવાય અન્ય લાભ પણ મળે છે. એક તો આવકવેરામાં બચત અને બીજો લાભ એ છે કે જ્યારે આ પૈસા મળે છે ત્યારે તે પૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. જો કોઈ આ યોજનામાં રોકાણ કરીને એક કરોડ રૂપિયા ફંડ તૈયાર કરી લે છે તો તેને મેચ્યોરિટી વાળા વર્ષે કોઈ જ ટેક્સ દેવો નહિં પડે.
પીપીએફ યોજનામાં આ સમયે 7.6 ટકા વ્યાજ મળે છે. આ યોજના 15 વર્ષની હોય છે. જેને વચ્ચે બંધ ન કરી શકાય. આ યોજનામાં વધુંમાં વધું 12.5 હજાર રૂપિયા જમા કરીને 1.5 લાખ રૂપિયાનો આવકવેરો દર વર્ષે બચાવી શકાય છે. પણ જો આ યોજનામાં દર વર્ષે 7500 રૂપિયા જ જમા કરાવવામાં આવે તો 30 વર્ષે 1 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી ફંડ તૈયાર થઈ જાય છે.
પીપીએફ આમ તો 15 વર્ષની સ્કીમ છે. પણ 15 વર્ષ પૂરા થવા પર 5 – 5 વર્ષ સુધી તેને વધારી શકાય છે. આ પ્રકારે આ સ્કીમમાં જો 30 વર્ષ સુધી રોકાણ કરવું હોય તો તેને ત્રણ વાર એક્સ્ટેન્શન કરવું પડશે. આ પ્રકારે આ સ્કીમ મોટેભાગે રિટાયરમેન્ટ સુધીમાં 1 કરોડ રૂપિયા તૈયાર કરી દેશે.