અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ સાથે થઇ કિમ કાર્ડિશનની મુલાકાત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read
કિમ કાર્ડિશન જે પોતાના બોલ્ડ અવતાર અને ફોટોગ્રાફ થી ઇન્ટરનેટ અને સોશિયલ મોડિયા માં ખુબ પ્રચલિત સેલેબ્રીટી છે અને તેની દરેક તસવીર વાઇરલ બનતી હોય છે. પરંતુ આ વખતે તેની ડોનાલ્ડ ટ્રેમ્પ સાથે ની મુલાકાત અંગે તેના પ્રશંશકોએ કોઈ ખાસ નોંધ લીધી ના હતી. આ મુલાકાત નો મુખ્ય હેતુ જણાવતા ડોનાલ્ડ ટ્રમ્પ  દ્વારા ટ્વીટ પણ કરવા માં આવી હતી.

તે અંતર્ગત તેને જણાવ્યું હતું કે તેઓની મુલાકાત દરમિયાન અમેરિકા ની જેલ નું ઉત્થાન કેવીરીતે કરવું અને વાતાવરણ વધુ હકારાત્મક બનાવવા શું પગલાં લેવા તેના વિષે ચર્ચા થઇ હતી. ઘણા રાજનીતિક નિષ્ણાતો આ મુલાકાત ને એક શોશિયલ મીડિયા સ્ટન્ટ તરીકે જુવે છે જેમાં મનોરંજન અને રાજનીતિ સાથે મળી અને પોતાના ફોલોઅર્સ તરફ થી લાઇક્સ કે કૉમેન્ટ્સ મેળવી ચર્ચા માં રહેતા હોય છે.
TAGGED:
Share This Article