યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલીએ બુધવારે દુનિયાની સૌથી મોટી મેસેજીંગ એપ કિંભોને લોન્ચ કરી હતી. આ એપને વ્હોટ્સએપને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, કિંભો એપને લોન્ચ કર્યાના થોડા જ કલાકો બાદ આ મેસેજીંગ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઇ ગઇ હતી. ઘણા લોકો જે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, તેમણે જોયુ કે આ એપ પ્લે સ્ટોર ઉપરથી ગાયબ જ થઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે નવી મેસેજીંગ એપ કિંભો એ વ્હોટ્સએપને ટક્કર આપવા માટે બનાવવામાં આવી છે. પતંજલીના પ્રવક્તા એસ.કે.તિજારાવાલાએ ટ્વીટ કર્યુ હતુ કે હવે ભારત બોલશે. સિમકાર્ડના લોન્ચ બાદ બાબા રામદેવે કિઁભો એપ લોન્ચ કરી હતી. હવે આ એપ વ્હોટ્સ એપને ટક્કર આપશે.
બાબા રામદેવે એક બીડુ ઉપાડ્યું છે કે, સ્વદેશી ચીજો અપનાવો. વિદેશી ચીજવસ્તુઓને ના વાપરવા માટે દેશને હાકલ કરી છે. તેમણે સ્વદેશી વસ્તુઓને અપનાવવા માટે પતંજલી કંપની ચાલુ કરી હતી. જેમાં દરેક સ્વદેશી વસ્તુઓ ઉપલબ્ધ છે. તેમણે સિમકાર્ડ પણ લોન્ચ કર્યુ અને સ્વદેશી મેસેજીંગ એપ લોન્ચ કરી હતી જે કિંભો એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઇ ગઇ હતી.