બેરોજગાર લોકો ખૂબ ઓછા સમયમાં ડિપ્રેશનમાં આવી જતા હોય છે. જ્યારે તમારા બધા મિત્રો પાસે નોકરી આવી જાય અને તમારી પાસે નોકરી ના હોય ત્યારે તમારા મગજમાં ઘણી બધી જાતની વિચારધારા જન્મ લે છે. આવા સમયે તમે બધી જ જગ્યાએ ટ્રાય કરો છો. તેવામાં કોઇ તમને નોકરી અપાવવાનું કહે તો તમે તેની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લો છો. આવું જ કંઇક બન્યુ છે બરેલીના યુવકો સાથે.
નોકરી અપાવશે તેવું કહીને 6 યુવકોને તામિલનાડુના કિશમિશ ફાર્મ હાઉસ પર વેચ્યા હતા. ત્યાં આ યુવકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. તેમની પાસે ખૂબ કામ કરાવવામાં આવતું હતું. ત્યાંથી તે યુવકો જેમ-તેમ કરીને ભાગી છુટ્યા અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લખવાની મનાઇ કરી દીધી.
શાંહજહાપૂરના 6 યુવક કે જે એક વ્યક્તિના જાંસામાં આવી ગયા હતા. 20 મેના રોજ તે વ્યક્તિ આ 6 યુવકોને આગ્રા લઇ ગયો. ત્યાં એક બીજી વ્યક્તિને આ 6 યુવકો સોંપી દીધા અને કહ્યું કે આ વ્યક્તિ તમને નોકરી અપાવશે. ત્યારબાદ આ વ્યક્તિ 6 યુવકોને ટ્રેનથી તામિલનાડુ લઇ ગયો, અને કિશમિશ ફાર્મ હાઉસમાં વેચી દીધા હતા. ત્યાં તેમને દિવસ રાત કામ કરાવવામાં આવતું હતું. રાત્રે તેમને એક રૂમમાં બંધ કરી દેવામાં આવતા હતા. જ્યારે આ લોકોએ ફાર્મના લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તેમને ખુબ મોટી રકમ આપીને વેચવામાં આવ્યા છે. એક દિવસ લાગ જોઇને એક પછી એક ફાર્મ હાઉસથી ભાગી નીકળ્યા. પોલીસે જણાવ્યુ હતુ કે, આ બાબત બીજા રાજ્ય સાથે જોડાયેલી છે તો તપાસ કર્યા બાદ જ ગુનો નોંધવામાં આવશે.