અખિલ ભારતીય હિંદુ મહાસભા(ABHM)એ પોતાના એક નિવેદન જાહેર કરી નવા વિવાદને જન્મ આપ્યો છે. ABHM પ્રમુખ સ્વામી ચક્રપાણિએ કેંન્દ્ર સરકાર પાસે ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવાની માંગ કરી છે. સાથે જ તેમણે સાવરકરને ભારતરત્ન આપવાની પણ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વિનાયક દામોદર સાવરકરને હિંદુત્વ શબ્દના જનક માનવામાં આવે છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી કહેવામાં આવ્યું કે, વીર સાવરકરે ભારતીય સ્વાધિનતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ભજવી છે. નોંધનીય છે કે, હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણિએ આ પહેલા પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે.