હિમાચલ પ્રદેશમાં ૬૦૦૧ મીટરની ઉચાંઇ પર સ્થિત માઉંટ દેવતિબ્બા શિખર ફતેહ માટે મહિલા પર્વતારોહકોના દળનું પર્વતારોહણ અભિયાનનો આબરતીય નૌસેના દ્વારા ૨૮ મેથી ૧૫ જૂન, ૨૦૧૮ સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે.
વાઇસ એડમિરલ એ.કે. ચાવલા, એવીએસએમ, એનએમ, વીએસએમ, ચીફ ઓફ પર્સનલ ૨૮ મે, ૨૦૧૮ના રોજ નવી દિલ્હીથી પર્વતારોહક દળને લીલી ઝંડી આપી રવાના કરશે. લે. કમાંડર કોકિલા સજવાન ટીમનું નેત-ત્વ કરશે અને આ ટીમમાં બે બેસ કેમ્પ સ્પોર્ટ સ્ટાફ સહિત ૧૫ સદસ્યનો સમાવેશ થાય છે.
ભારતીય નૌસેનાએ મે ૨૦૧૭માં માઉંટ એવરેસ્ટની ચઢાઇ કરી હતી. નૌસેનાએ એવરેસ્ટની પહેલી સફળ ચઢાઇ ૧૯૬૫માં કરી હતી અને ક્રમશઃ ૨૦૦૬ અને ૨૦૦૮માં દક્ષિણ અને ઉત્તરી ધ્રુવ પર પહોંચી હતી. નૌસેનાની મહિલા સાગર પરિક્રમા કર્યા બાદ હવે નૌસેના માઉંટ દેવતિબ્બા માટે સંપૂર્ણ મહિલા અભિયાન પર્વતારોહણનું આયોજન કરી આજ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા ઇચ્છે છે. માઉંટ દેવતિબ્બા નિકટ ભવિષ્યમાં એવરેસ્ટ સહિત ઉંચા શીખરો પર ચઢવાનો લોંચ પેડ છે.