પ્રધાનમંત્રીએ દિલ્હી રાજધાની ક્ષેત્રમાં બે નવનિર્મિત એક્સપ્રેસ વે ખુલ્લા મુક્યા હતા. તેમાં પહેલું નિઝામુદ્દીન સેતુથી દિલ્હી-ઉત્તર પ્રદેશ સીમા સુધી વિસ્તૃત ૧૪ લેન વાળા અભિગમ નિયંત્રિત દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું પ્રથમ ચરણ છે. બીજી યોજના રાષ્ટ્રીય હાઇ-વે નંબર ૧ પર કુંડલીથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૨ પર પલવલ સુધી વિશાળ ૧૩૫ કિલોમીટર લાંબો ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (ઇપીઇ) છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બાગપથમાં ૧૩૫ કિમી લાંબા ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ (ઇપીઇ)ને ખુલ્લો મુક્યો હતો. ૧૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ એક્સપ્રેસ હાઇવેને ખુલ્લો મુકતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે જે પક્ષ એક જ પરિવારની પૂજા કરતો આવે તે ક્યારેય લોકશાહીની પૂજા ન કરે. આ સાથે જ મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેને પણ ખુલ્લો મુક્યો હતો. આ દરમિયાન બાગપતમાં પીએમ મોદીએ એક રેલીને પણ સંબોધી હતી. જે દરમિયાન વિપક્ષ પર આ આરોપો લગાવ્યા હતા.
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી મોદીએ હાઇવે પરીક્ષણ માટે કેટલાંક કિલોમીટર સુધી ખુલ્લી જીપમાં યાત્રા કરી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.