ઇટલીના મિલાન શહેરમાં એક બાળકીના માતા પિતા તેમની બાળકીના નામને લઇને ચિંતામાં છે. તેમણે તેમની બાળકીનું નામ બ્લૂ રાખ્યુ છે. આ બાળકીના નામને લઇને કોર્ટના ધક્કા ખાતા થઇ ગયા છે બાળકીના માતા પિતા. જજે આદેશ આપ્યો છે કે બાળકીનું નામ બ્લૂ છે તેને બદલી નાંખો નહી તો કોર્ટ જાતે જ બાળકીના નામને બદલી નાંખશે. આ જ વાતને લીધે બ્લૂના મતા પિતા ચિંતામાં પડી ગયા છે.
ઇટલીના કાયદા પ્રમાણે બાળકનું નામ એવું હોવું જોઇએ જેનાથી છોકરો છે કે છોકરી તેની ખબર પડવી જોઇએ. બ્લૂ નામથી ખબર નથી પડતી કે તે છોકરીનું નામ છે કે છોકરાનું નામ છે. આ બાબતથી બ્લૂના માતા પિતા કંટાળી ગયા છે. જો તેઓ નવું નામ નહી રાખે તો કોર્ટ જાતે જ બાળકીનું નામ બદલી નાંખશે.
અમેરિકન સિંગર બિયોન્સની દીકરીનું નામ પણ બ્લૂ જ છે. અમેરીકામાં નામને લઇને કોઇ આપત્તિ નથી. આ કિસ્સા પહેલાથી ઇટલીમાં 6 બાળકીઓના નામ બ્લૂ રાખવામાં આવ્યા હતા. આ બાળકીની જેમ બીજી બે બાળકીઓના પણ અદાલતમાં કેસ ચાલી રહ્યાં છે.
બાળકીનું નામ બદલીને જે પણ રાખવામાં આવશે ત્યારબાદ તેના પાસપોર્ટ અને બર્થ સર્ટીફિકેટમાંથી પણ આ નામને બાકાત કરીને નવું નામ ઉમેરવાનું રહેશે.