દરેક સ્ત્રીઓની સૌથી મોટી કમજોરી શું છે? જેની શોપિંગ કર્યા વગર ચાલી શકતું નથી, કોઈ પ્રસંગ, ઇવેન્ટ કે પાર્ટી હોઈ કે ન હોઈ ઘરમાં અને રેગ્યુલર ઉપયોગમાં પણ મહિલાઓ તેના વગર રહી શકતી નથી.
મહિલાઓની પ્રથમ પસંદગી એવી જ્વેલરી, મુલ્યવાન જ્વેલરી પર આટલા પૈસા ખર્ચીને પણ જો તેની યોગ્ય માવજત અને સાચવણી ન કરો તો તેને બગાડતા વાર લગતી નથી, તેની યોગ્ય રીતે સાચવણી કેવી રીતે કરવી, તેની વાત કરીશું.
➤ જયારે તમે રીયલ પર્લની જ્વેલરી ખરીદો છો ત્યારે તેને ખાસ મલમલના કપડામાં વિટાળીને રાખો અને જયારે પહેરો ત્યારે હંમેશા બેસીને પહેરો કેમકે જોતા હાથમાંથી પડેતો તૂટી જય છે. સખત ગરમીમાં તેને પહેરવાનું ટાળવું કેમકે ગરમી અને પરસેવાને લીધે તે પોતાની ચમક ગુમાવી દે છે.
➤ જયારે તમે કુંદન જેવેલરી ખરીદો છો ત્યારે તેને હંમેશા કડક પ્લાસ્ટિકના બોક્સમાં કોટનના કપડામાં અથવા તો સ્પોન્જમાં રાખો કારણકે તેના સ્ટોન બીજી કોઈ પણ ધાતુ સાથે રાખવાથી તેમાં કેમિકલ પ્રોસેસ થવાની શક્યતા વધુ રહે છે, જેથી તેના સ્ટોન અને જ્વેલરી કાળી પડી જાય છે.
➤ એમેરલ્ડ અને એકદમ સોફ્ટ સ્ટોનના ઘરેણાં પહેરતા પેહલા બેસી જવું, ત્યારબાદ જ પહેરવા કેમકે તેને તૂટતાં વાર લગતી નથી.
➤ તમે જયારે પહેરેલી જ્વેલરી ઉતારીને બોક્સમાં મુકો તે પેહલા તેને પેપર નેપકીન વડે હળવા હાથે સાફ કરી નેજ મુકવી,ને તેના બોક્સમાં જ રાખવાની આદત પાડવી.
➤ તમારી જ્વેલરીને પાણી અને સાબુ વડે ક્યારેય સ્વચ્છ કરવાનો પ્રયત્ન ના કરવો અને કોઈ દિવસ તેના પર પરફ્યુમ લાગવું નહિ.
➤ ગોલ્ડ જે નરમ મેટલ હોવાથી તેમાં સરળતાથી સ્ક્રેચીસ પાડવા લાગે છે, જેથી અમુક સમયાંતરે તમારા જ્વેલરીની શોપ પર જઈને યોગ્ય રીતે પોલિશ અને ફિનિશિંગ કરાવી લેવું.
➤ અમુક ડેલિકેટ જ્વેલરી પહેરવાનું ટાળવું ત્યારે તમે રસોઈ કરતા હોવ ,જીમમાં જતાહોવ, સ્વિમિંગ અથવા તો બીજા અન્ય ઘરકામ કરવાના સમયે,તેમાં પણ જયારે તમે કુંઝાઈટ સ્ટોન પેહરો છો ત્યારે ગરમ તાપથી દૂર રેહવું,જે સ્ટોન ને બેરંગ કરી શકે છે.
ઉપરોક્ત કેટલીક સરળ ટિપ્સ છે જે અનુસરવાથી તમે તમારી જ્વેલરીને લાંબો સમય સુધી જાળવણી કરી શકશો.