ઓસ્ટ્રેલિયન બોલર ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયો હતો. તેની પત્ની કેન્ડિસ વોર્નરે મિડીયા સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. ઓસ્ટ્રેલિયાથી નીકળતી વખતે કેન્ડિસને ખુશીના સમાચાર મળ્યા હતા કે તે માતા બનવાની છે. કેન્ડિસે તેના પતિ ડેવિડને જણાવ્યુ હતુ કે તે પ્રેગનેન્ટ છે.
બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ કેન્ડિસ ઘણી જ તણાવમાં હતી, અને તેણે જણાવ્યુ કે આ વિવાદને કારણે તેનો ગર્ભપાત થઇ ગયો. કેન્ડિસ વોર્નરે જણાવ્યુ હતુ કે તે ખૂબ તણાવમાં રહેતી હતી અને લાંબી ઉડાનને લીધે તેને પોતાનું બાળક ગુમાવવાનો વારો આવ્યો હતો.
કેન્ડિસે ડેવિડને બાથરૂમમાં બોલાવીને કહ્યું હતુ કે તેનું લોહી વહી રહ્યું છે, તેને જાણ થઇ ગઇ હતી કે તેમનું બાળક નથી રહ્યુ. કેન્ડિસ અને ડેવિડ વોર્નર એકબીજાને પકડીને ખૂબ રોયા હતા, ને બોલ ટેમ્પરિંગના મુદ્દાને પોતાના ગર્ભપાત માટે દોષિત ગણવ્યુ હતુ.
ડેવિડને બે બાળકો છે. તેઓ ત્રીજુ બાળક પ્લાન કરી રહ્યાં હતા. કેપ્ટાઉનમાં તેને પ્રેગનેન્સીના ટેસ્ટ કરાવ્યા હતા જે પોઝીટીવ આવ્યા હતા. તેના શરીરમાં બદલાવ થવાને કારણે પતિ-પત્ની બંને ખુશ હતા. બાળક ગુમાવ્યા બાદ કેન્ડિસ અને ડેવિડ ખૂબ દુ:ખી છે.