વર્તમાન સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઇને મોદી સરકાર ચર્ચામાં છે. સરકાર પર વધતા ભાવને નિયંત્રણમાં લાવવા માટે સતત દબાણ થઇ રહ્યું છે. જો કે હવે ખબર સામે આ રહી છે કે જો સરકાર પેટ્રોલ – ડીઝલની કિંમત ઘટાડે છે તો ઓનજએનજીસી જેવી તેલ નિકાસકર્તા કંપનીઓ પર ટેક્સ લાગી શકે છે.
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ સરકાર તરફથી જણાવાયું કે તે લાંબા સમયના સમાધાન પર કાર્યરત છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય તેલ ઉત્પાદક કંપીનયો માટે કાચા તેલની કિંમત ૭૦ ડોલર પ્રતિ બેરેલ સુધી સીમિત કરવામાં આવી શકે છે.
તેમણએ જાણાવ્યું કે જો આ યોજના અમલમાં લાવી શકાય તો ભારતીય ઓઇલ ફિલ્ડમાંથી તેલ નીકાળી તેને આંતરરાષ્ટ્રીય ભાવ પર વેચવાવાળી કંપનીઓ જો ૭૦ ડોલર પ્રતિ બેરેલના ભાવથી વધુ પેટ્રોલ વેચે છે, તો તેઓએ આવકનો કેટલોક ભાગ સરકારને આપવો પડશે.
આ ઉપરાંત સરકાર ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઇઝમાં થોડી રાહત આપી શકે છે. તે ઉપરાંત રાજ્યો પાસેથી પણ વેટ અને સેલ્સ ટેક્સ ઓછું કરવા માટે પણ કહેવામાં આવી શકે છે. આ પ્રકારે પેટ્રોલની વધતી કિંમતો પર થોડી રાહત મળવાની સંભાવના છે.