વર્ષ ૨૦૧૪માં તોડી પડાયેલા મલેશિયાના એમએચ૧૭ વિમાનની તપાસ કરનાર ટીમે પહેલી જ વાર ઘટસ્ફોટ કર્યો હતો કે એ વિમાનને તોડી પાડનાર મિસાઇલ રશિયાના મિલિટ્રી બ્રિગેડમાંથી પૂર્વીય યુક્રેનમાંથી છોડાયેલી. સંયુક્ત તપાસ ટીમ એવા તારણ પર પહોંચી છે કે એમએચ૧૭ને તોડી પાડનાર મિસાઇલ BUK-TELAR ને રશિયાના કુર્સકસ્થિત ૫૩મી એન્ટી-એરક્રાફ્ટ બ્રેગેડમાંથી છોડાવામાં આવી હતી’એમ ટોચના ડચ તપાસકર્તાએ કહ્યું હતું.
૫૩મી બ્રિગેડ રશિયન સશસ્ત્ર દળનો જ એક ભાગ છે એમ નેધરલેન્ડમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં તપાસકર્તા વિલ્બર્ટ પૌલીસને પત્રકારોને કહ્યું હતું. આર્મસટર્ડમથી કુઆલા લમ્પુર જઇ રહેલા મલેશિયાના વિમાનને ૧૭ જુલાઇ ૨૦૧૪ના રોજ યુધ્ધગ્રસ્ત યુક્રેનના આકાશમાં તોડી પાડવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ૨૯૮ મુસાફરો માર્યા ગયા હતા.
ઉપરાંત ૧૭ મુસાફરો ઓસ્ટ્રેલિયા, બ્રિટન, મલેશિયા અને ઇન્ડોનેશિયાના હતા.અગાઉ તપાસકર્તાઓએ એવું કહ્યું હતું કે વિમાનને રશિયન બનાવટની BUK-TELAR થી ઉડાડી દેવામાં આવ્યું હતું જે રશિયામાંથી લાવવામાં આવી હતી અને મોસ્કોનું પીઠબળ ધરાવતા બળવાખોરો દ્વારા યુક્રેનમાંથી છોડવામાં આવી હતી. જો કે કોણે ટ્રેગર દબાવ્યું તે અંગે કંઇ કહેતા નથી, પરંતુ હવે ટીમે ખૂબ જ દુઃખપૂર્વક વિડીઓ અને ફોટાઓની મદદથી સરહદની પેલે પારથી યુક્રેનમાં લાવવામાં આવેલી અને કુર્સ્કમાંથી છોડવામાં આવેલી મિસાઇલ દ્વારા અપનાવવામાં આવેલા રૂટ અંગે વાત કરી હતી.