Gold ETF Investment: ગોલ્ડ એટીએફ એટલે શું? કેવી રીતે રોકાણ કરવું? કટેલું છે રિસ્ક, જાણો તમામ સવાલોના જવાબ

Rudra
By Rudra 3 Min Read

જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તેની વધતી કિંમતો અથવા સુરક્ષાને લઈને ચિંતિત છો, તો આ સમાચાર તમારા માટે છે. હાલમાં સોના અને ચાંદીના ભાવોએ રિટર્ન મામલે ધૂમ મચાવી છે. રોજ નવા રેકોર્ડ તૂટી રહ્યા છે. આવા સમયમાં બજારમાં એક એવી સ્કીમ ખૂબ લોકપ્રિય બની રહી છે, જેમાં ઓછા પૈસાથી પણ સોનામાં રોકાણ શરૂ કરી શકાય છે. આ સ્કીમનું નામ છે ગોલ્ડ ETF. ચાલો જાણીએ કે ગોલ્ડ ETF શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરી શકો.

ગોલ્ડ ETF શું છે?

ગોલ્ડ ETF નું પૂરું નામ Exchange Traded Fund છે. સરળ ભાષામાં કહીએ તો આ સોનામાં રોકાણ કરવાની એક ડિજિટલ રીત છે. તેમાં તમે ભૌતિક (ફિઝિકલ) સોનું નથી ખરીદતા, પરંતુ સોનાના ભાવને ટ્રેક કરતી યુનિટ્સ ખરીદો છો. સામાન્ય રીતે ગોલ્ડ ETFની એક યુનિટ લગભગ 1 ગ્રામ શુદ્ધ સોનાના બરાબર હોય છે. તેને મ્યુચ્યુઅલ ફંડનો ભાઈ પણ કહી શકાય, ફરક એટલો છે કે ત્યાં સ્ટોક્સમાં રોકાણ થાય છે અને અહીં સોનામાં.

ગોલ્ડ ETF કેવી રીતે કામ કરે છે?

ગોલ્ડ ETF શેર બજારમાં લિસ્ટેડ હોય છે. તેની કિંમત બજારમાં સોનાના ભાવ મુજબ વધઘટ કરે છે.

* જ્યારે સોનાના ભાવ વધે છે, ત્યારે તમારી ETF યુનિટની કિંમત પણ વધે છે.
* જ્યારે તમે યુનિટ વેચો છો, ત્યારે તમને સોનાના હાલના બજાર ભાવ મુજબ પૈસા મળે છે.

ગોલ્ડ ETFમાં રોકાણ કેવી રીતે કરશો?

ગોલ્ડ ETFમાં રોકાણ કરવું બિલકુલ શેર ખરીદવા જેવું સરળ છે. 3 સ્ટેપમાં સમજીએ:

ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ

તમારા હાલના સ્ટોક બ્રોકર મારફતે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકો છો.

ગોલ્ડ ETF ફંડ પસંદ કરો

તમારા ટ્રેડિંગ એપમાં “Gold ETF” સર્ચ કરો અને યોગ્ય ફંડ પસંદ કરો.

રોકાણ શરૂ કરો

તમારી પસંદગીની યુનિટ્સ પસંદ કરો અને Buy પર ક્લિક કરો. તમે ₹500 થી ₹1000 જેવી નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો.

રિટર્ન કેટલું મળે છે?

ગોલ્ડ ETFનો રિટર્ન સંપૂર્ણપણે સોનાના ભાવ પર આધાર રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાએ સરેરાશ 10% થી 12% વાર્ષિક રિટર્ન આપ્યું છે.
2026ના રિપોર્ટ મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક ગોલ્ડ ETFએ 20% થી વધુ રિટર્ન પણ આપ્યું છે, પરંતુ આ બજાર પર નિર્ભર કરે છે.

શું આમાં રિસ્ક છે?

સોનું સામાન્ય રીતે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, પરંતુ ગોલ્ડ ETFમાં પણ કેટલાક જોખમ હોય છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટે, તો તમારા રોકાણની કિંમત પણ ઘટી શકે છે.

Share This Article