જ્યારે પણ કોઈ સામાન ખરીદે છે, તો તેની કિંમતમાં દુકાનદારનો નફો જોડાયેલો હોય છે. ઠીક એવી જ રીતે, કાર ખરીદતી વખતે પણ આ જ નિયમ લાગૂ પડે છે. હંમેશા ગ્રાહક વિચારે છે કે, કારની કિંમત ખૂબ જ વધુ હોય છે, પરંતુ અસલમાં એક્સ શોરૂમ પ્રાઇઝ અને ઓન રોડ પ્રાઇસ વચ્ચેનું અંતર જ ડીલરની કમાણી અને બીજા ખર્ચાને દર્શાવે છે. આ અંતરમાં ડીલરનું માર્જિન છુપાયેલું હોય છે.
ઓટો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં કાર ડીલર્સને એક કાર વેચવા પર બહુ મોટો નફો મળતો નથી. FADA (ફેડરેશન ઓફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન)ના એક સર્વે મુજબ, કાર ડીલર્સને સરેરાશ 2.9 ટકાથી લઈને 7.5 ટકા સુધીનો માર્જિન મળે છે. એટલે કે જો કાર વધુ સંખ્યામાં વેચાય, ત્યારે જ ડીલરને કુલ મળીને સારો ફાયદો થાય છે.
હવે જો 10 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતવાળી કારનું ઉદાહરણ લઈએ અને માનીએ કે ડીલરને તેમાં 5 ટકા માર્જિન મળે છે, તો એક કાર પર તેની સીધી કમાણી લગભગ 50,000 રૂપિયા થાય છે. જોકે આ રકમ સંપૂર્ણ રીતે નફો નથી હોતી. આ જ પૈસામાંથી ડીલરને પોતાના શોરૂમના કર્મચારીઓના પગાર, વીજળી-પાણીનો ખર્ચ, શોરૂમનું ભાડું, ગાડીઓની સર્વિસિંગ અને જાહેરાત જેવા અનેક ખર્ચા પણ વહન કરવા પડે છે.
ડીલરને કમિશન પણ મળે છે
આ ઉપરાંત, ડીલરની કમાણી માત્ર કારની કિંમત સુધી સીમિત નથી રહેતી. જ્યારે ગ્રાહક ઓન-રોડ પ્રાઇસ ચૂકવે છે, ત્યારે તેમાં ઘણી વધારાની વસ્તુઓ જોડાયેલી હોય છે. જેમ કે ઇન્શ્યોરન્સ, જેના પર ડીલરને કમિશન મળે છે, એક્સેસરીઝ, એક્સટેન્ડેડ વોરંટી, ફાસ્ટેગ અને ઘણી વાર લોન પ્રોસેસિંગ જેવી સેવાઓ. આ બધાથી ડીલરને અલગ-અલગ સ્તરે વધારાની આવક થાય છે.
ડીલર માર્જિન 5%થી વધુ પણ હોઈ શકે છે
કેટલીક કાર કંપનીઓ તેમના ડીલર્સને અન્ય કંપનીઓની સરખામણીએ વધારે માર્જિન આપે છે. રિપોર્ટ્સ મુજબ, મારુતિ સુઝુકી અને એમજી મોટર્સ જેવા બ્રાન્ડ્સમાં ઘણી વખત ડીલર માર્જિન 5 ટકા કરતાં પણ વધુ હોઈ શકે છે. જોકે આ મોડલ, શહેર અને માંગ પર પણ આધાર રાખે છે.
આથી જ્યારે તમે નવી કાર ખરીદો છો, ત્યારે તમે ફક્ત ગાડી જ નહીં ખરીદતા, પરંતુ તેની કિંમતમાં છુપાયેલા ડીલરના ખર્ચ અને કમાણીનો હિસ્સો પણ ચૂકવતા હો છો. તેથી ગ્રાહકો માટે વધુ સારું એ છે કે ઓન-રોડ પ્રાઇસની સંપૂર્ણ માહિતી સમજીને જ નિર્ણય લે.
