કયા દેશના પુરુષો હોય છે સૌથી હેન્ડસમ, જાણો ભારતના પુરુષોને યાદીમાં કેટલામું સ્થાન મળ્યું

Rudra
By Rudra 3 Min Read

વેનેઝુએલાની મહિલાઓ દુનિયામાં સૌથી સુંદર માનવામાં આવે છે. તેની ચમકદાર સ્કિન, ઘાટા વાળ અને નમણાઈ લોકોને દિવાના કરી મૂકે છે. પરંતુ શું તમે જાણો છો કે, કયા દેશના પુરુષો સૌથી વધુ હેન્ડસમ હોય છે? જો નહીં, તો અહીં તમને દુનિયાના 25 દેશોની યાદી આપવા જઈ રહ્યાં છીએ. જ્યાના પુરુષો સૌથી સુંદર છે. જેમાં જાપાન, કોરિયા, પાકિસ્તાન અને સ્પેનનું નામ પણ સામેલ છે. આ લિસ્ટ ઇન્ફોડેક્સ તરફથી શેર કરવામાં આવ્યું છે. દુનિયામાં હેન્ડસમની પરિભાષા અલગ અલગ છે. કોઈ ચહેરાની બનાવટને સુંદરતા સાથે સરખાવે છે તો, કોઈ ફિટ બોડી, ગ્રૂમિંગ અને કોન્ફિડેન્સથી સુંદરતાને માપે છે.

આવા સંજોગોમાં એ નક્કી કરવું મુશ્કેલ છે કે કયા દેશના પુરુષો સૌથી વધુ હેન્ડસમ છે. છતાં પણ, ઇન્ફોડેક્સના રિપોર્ટમાં આ બાબતનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં આપણા ભારતનું નામ પણ સામેલ છે. ચાલો જાણીએ કે નંબર વન પર કયો દેશ છે અને ભારતીય પુરુષને કેટલામું સ્થાન મળ્યું છે.

કયા દેશના પુરુષો સૌથી વધુ હેન્ડસમ છે?

ઇન્સાઇડરમંકીના રિપોર્ટ મુજબ, આ લિસ્ટમાં 25 દેશોના નામ સામેલ છે. જેમાં નંબર વન પર સ્પેન છે. લિસ્ટ મુજબ સ્પેનના પુરુષોને દુનિયાના સૌથી વધુ હેન્ડસમ માનવામાં આવે છે. સ્પેનના પુરુષો સામાન્ય રીતે ગોરા રંગના હોય છે. તેમની આંખોના રંગ અલગ-અલગ હોય છે. લિન બોડી અને મોટા ભાગના પુરુષોની જૉ લાઇન પણ સ્પષ્ટ દેખાય છે.


ત્યાર બાદ લિસ્ટમાં બીજા નંબરે સ્વીડન છે, જ્યાંના પુરુષોની ખાસિયત તેમની નીલી આંખો અને ગોલ્ડન વાળ છે.

ત્રીજા નંબરે ફ્રાંસ, ચોથા નંબરે બ્રાઝિલ, પાંચમા નંબરે ઇટાલી અને છઠ્ઠા નંબરે તુર્કીનો સમાવેશ થાય છે. ભારતની વાત કરીએ તો આ લિસ્ટમાં ભારતીયોને 7મું સ્થાન મળ્યું છે. ભારતમાં દરેક પ્રકારના પુરુષો જોવા મળે છે—કોઈની નીલી આંખો તો કોઈની ડસ્કી સ્કિન ટોન મહિલાઓને આકર્ષિત કરે છે. જ્યારે ઘણી મહિલાઓ ભારતીય પુરુષોની પર્સનાલિટી પર પણ ફિદા થઈ જાય છે.

આ લિસ્ટમાં પાકિસ્તાનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. 8મા નંબરે યુકે, 9મા નંબરે જાપાન, 10મા નંબરે જર્મની, 11મા નંબરે સાઉદી અરેબિયા, 12મું સ્થાન યુનાઇટેડ કિંગડમ અને 13મું સ્થાન કેનેડાને મળ્યું છે.

આ ઉપરાંત 14મા નંબરે ડેનમાર્ક, 15મા નંબરે સાઉથ આફ્રિકા, 16મા નંબરે ચીન, 17મા નંબરે નોર્વે, 18મું સ્થાન લેબનન અને 19મું સ્થાન પાકિસ્તાનને મળ્યું છે. પાકિસ્તાનના પુરુષો સામાન્ય રીતે ઊંચા અને ગોરા રંગના હોય છે.

20મું સ્થાન – ચેક રિપબ્લિક
21મું સ્થાન – વેનેઝુએલા
22મું સ્થાન – વિયેતનામ
23મું સ્થાન – સોમાલિયા
24મું સ્થાન – અંગોલા
25મું સ્થાન – સાઉથ કોરિયા

Share This Article