એક સ્વાદિષ્ટ કેમ્પેઇન હેઠળ બાદશાહ મસાલા- કાજોલ દેવગણ અને ગીતકાર બાદશાહ એક સાથે

Rudra
By Rudra 3 Min Read

છેલ્લા 67 વર્ષથી ભારતીય રસોડામાં એક વિશ્વસનીય નામ, બાદશાહ મસાલા, તેના નવા કેમ્પેઇનની શરૂઆતથી ગર્વની લાગણી અનુભવે છે. તેનો ઉદ્દેશ્ય બે સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતી પર્સનાલિટી, દિગ્ગજ અભિનેત્રી કાજોલ દેવગણ અને જાણીતા ગીતકાર-રેપર બાદશાહને એકસાથે લાવીને સમગ્ર ભારતમાં તેની હાજરીને મજબૂત બનાવે છે.

આ ફિલ્મ પ્રોડક્ટ સ્ટોરીટેલિંગથી આગળ વધે છે અને સ્વાદ, સંસ્કૃતિ અને મનોરંજનનો સંગમ જોવા મળે છે. પહેલી ફિલ્મમાં કાજોલ અને બાદશાહ વચ્ચે એક જોરદાર રેપ યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે, જે ફિલ્મ બાદશાહના નવા થીમ સોંગ પર સેટ છે, જે બ્રાન્ડના વારસાને આજના પોપ કલ્ચર સાથે જોડે છે.

આ ફિલ્મ બાદશાહના આઇકોનિક જિંગલ, “સ્વાદ સુગંધ કા રાજા” ને એક નવીનતમ અને આધુનિક શૈલીમાં રજૂ કરે છે. બાદશાહનો અવાજ જિંગલમાં એક નવો સ્વાદ અને ઊર્જા ઉમેરે છે. એકંદરે, આ ફિલ્મ મનોરંજક છે જે બાદશાહ મસાલા બ્રાન્ડના સમૃદ્ધ વારસાને સુંદર રીતે વ્યાખ્યાયિત કરે છે, જે સમગ્ર ભારતમાં વિવિધ પ્રેક્ષકો સાથે એક મજબૂત નોસ્ટાલ્જિક અને ભાવનાત્મક જોડાણ બનાવે છે.

બાદશાહ મસાલાના સીઓઓ, અમિત બકડે એ જણાવ્યું કે, “બાદશાહ મસાલા દ્વારા અમારો પ્રયાસ હંમેશા આજના ગ્રાહકો માટે અધિકૃત અને સુસંગત રહેવાનો રહ્યો છે. કાજોલ ભારતીય ઘરોમાં જે પ્રેમ, વિશ્વાસ અને મજબૂત કૌટુંબિક જોડાણ માટે જાણીતી છે તેનું સંપૂર્ણ રીતે પ્રતિનિધિત્વ કરે છે. આ નવા ટીવીસી દ્વારા અમે વિવિધ બજારોમાં ગ્રાહકો સાથે અમારા ભાવનાત્મક જોડાણને વધુ ગાઢ બનાવી, અજોડ સ્વાદ અને સુગંધના અમારા અનોખા પ્રસ્તાવને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. આઇકોનિક “બાદશાહ” જિંગલ પર બાદશાહનો વોઇસઓવર એકદમ યોગ્ય છે અને કાજોલ અને બાદશાહ વચ્ચેની મજેદાર મજાક પ્રોડક્ટના ફાયદાઓને યાદગાર અને આકર્ષક રીતે જીવંત બનાવે છે.”

હવાસ વર્લ્ડવાઇડ ઇન્ડિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર સુશ્રી અનુપમા રામાસ્વામીએ જણાવ્યું કે, “જ્યારે તમે કાજોલ અને બાદશાહને એકસાથે લાવો છો ત્યારે તે એક સંપૂર્ણ રેસિપી જેવું લાગે છે. તમને સ્વાદ, ડ્રામા અને યાદગાર મનોરંજન એકસાથે મળે છે. આ ફિલ્મ એન્ટરટેઇન અને એનર્જી વિશે છે. તેમની વચ્ચે એક મજેદાર રેપ યુદ્ધ છે જે ખોરાકને જીવન કરતાં મોટો અનુભવ કરાવે છે. આ અભિયાનનો હેતુ એ બતાવવાનો છે કે – બાદશાહ મસાલા માત્ર એક સ્વાદના મસાલા નથી, પરંતુ એક સિક્રેટ ઇન્ગ્રિડિયન્ટ છે જે કિચન સ્ટેજ પર તમારા ભોજનને યાદગાર બનાવી શકે છે,”

Share This Article