છૂટાછેડાના 10 વર્ષ પછી બીજી વાર ઘોડે ચડશે આ હેન્ડસમ હન્ક, જાણો કોણ છે દુલ્હન

Rudra
By Rudra 2 Min Read

Shalin Bhanot Second Wedding: દલજીત કૌર સાથે લગ્ન અને પછી છૂટાછેડા પછી શાલીન ભનોટ ફરી એકવાર દુલ્હો બનવા જઈ રહ્યો છે. આ બંને સ્ટાર્સના લગ્ન 6 વર્ષ સુધી ચાલ્યા અને ત્યાર બાદ તેઓ એક બીજાથી અલગ થઈ ગયા. છૂટાછેડાના 10 વર્ષ પછી શાલીન ફરી એકવાર ઘોડે ચડી રહ્યો છે એવા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચારને લઈને એક્ટરે પ્રતિક્રિયા આપીને પોતે જ હકીકત જણાવી.

છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શાલીન વર્ષ 2026માં લગ્નબંધનમાં બંધાઈ શકે છે. આ મુદ્દે અભિનેતાએ તાજેતરમાં ટેલી ટોક સાથે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, “મારા નજીકના લોકો મને હવે સિંગલ ન રહેવાની વિનંતી કરી રહ્યા છે. મારી જિંદગીમાં એક નવો પડાવ આવવાનો છે અને હું તેને લઈને થોડો ટેન્શનમાં છું. મારા સગાં અને મિત્રો મેનિફેસ્ટ કરી રહ્યા છે કે હવે તેઓ મને સિંગલ રહેવા નહીં દે. કારણ કે મારા બધા મિત્રો લગ્નિત છે. તેઓ ઈચ્છે છે કે આવતા વર્ષે મારી પણ લગ્ન થઈ જાય.”

પોતાના માતા-પિતાને લઈને શાલીને કહ્યું, “મારા પેરેન્ટ્સ મારા માટે ભગવાન સમાન છે. હું મારી બધી ખાસ પળો તેમની સાથે જ ઉજવવા માગું છું.”

શાલીનનું નામ ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે, જેમાં સુમ્બુલ તૌકીર અને ટીણા દત્તાનું નામ પણ સામેલ છે. ‘બિગ બોસ’માં શાલીન અને ટીણા વચ્ચેની નજીકતા પણ ઘણી જોવા મળી હતી, પરંતુ શો પૂરો થવા સુધી બંનેનો સંબંધ તૂટી ગયો હતો.

શાલીન અને દિલજીત કૌરને એક દીકરો છે, જેનું નામ જેડન છે. શાલીનથી છૂટાછેડા બાદ દિલજીતે થોડા સમય પહેલાં બીજી લગ્ન કર્યા હતા, પરંતુ એ સંબંધ પણ થોડા મહિનાઓમાં જ તૂટી ગયો.

ટીવી શોઝની વાત કરીએ તો શાલીન ‘સૂર્યપુત્ર કર્ણ’, ‘દો હંસો કા જોડા’, ‘બેકાબૂ’, ‘કુલવધૂ’, ‘ધ રેડ લેન્ડ’ અને ‘એર હોસ્ટેસ’ જેવા શોઝમાં નજર આવી ચૂક્યો છે.

Share This Article