સોનુ એ ભારતીય નારીની કમજોરી રહી છે. સોનાના ઘરેણા માટે તે પતિ પાસે હંમેશા માંગ કરતી હોય છે. તો સોનાના શોખીન લોકો માટે એક ખુશ ખબર છે. સોનાનો ભાવ સસ્તો થયો છે. હવે તમે સોનું ઓછા ભાવે લઇ શકશો.
સોનામાં 75 રૂપિયાનો ઘટાડો થયો છો. આજના દિવસે સોનાનો ભાવ ઘટાડાની સાથે 31875 રૂપિયા છે. સાથે સાથે ચાંદીનો ભાવ પણ ઘટ્યો છે. ચાંદીમાં 440 રૂપિયા ઓછી કિંમત સાથે 40760 રૂપિયે કિલોનો ભાવ નોંધાયો છે.
વ્યાપારીઓનું માનવું છે કે સોનામાં હાલ લોકો ઓછો રસ લઇ રહ્યાં છે. સ્થાનિય જ્વેલર્સ દ્વારા સોનાની માંગ ઘટી જવાથી સોનાના ભાવમાં 75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘણા લોકો સોનુ ખરીદવા માટે જતા પરંતુ સોનાનો અધધધ ભાવ સાંભળીને લેવાનું માંડી વાળતા અથવા તો નાની સોનાની વસ્તુ લઇને ખુશ થઇ જતા હતા. જેથી સ્થાનીય વ્યાપારીઓને સોનુ ખરીદવાની જરૂર પડતી નહોતી, માટે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
હવે સોનાના ભાવમાં ઘટાડો થવાને કારણે લોકો સોનુ ખરીદશે તેવી આશા છે. માર્કેટમાં સોનુ લેવાવાળા વેપારીઓ જ નથી, પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થવાથી હવે લોકો સોનું લેવા માટે તૈયાર થશે.