કનોરિયા આર્ટ સેન્ટર ખાતે ચિલ્ડ્રન્સ મેગા પ્રોજેક્ટ એક્ઝિબિશન ‘પ્લેચિંગ ટૂ ગ્રો’ યોજાયું હતું. જેમાં 2 થી 6 વર્ષના બાળકોએ 1.5 મહિનાની મહેનતે અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા જેમાં સેન્સરી પ્લે, કન્સ્ટ્રક્ટિવ પ્લે, એડવેન્ચરલ પ્લે અને ઇમેજિનેટિવ પ્લે જેવા પ્રોજેક્ટ હેઠળ બાળકોએ ક્લે મોડલિંગથી લઇને વિવિધ મેગા મોડલ્સ બનાવ્યા હતા. બાળકોએ વિવિધ ગેમ્સ, ડેઇલી રૂટિન, લાઇફ સ્ટાઇલ અને પ્લે ગ્રાઉન્ડની થીમ પર 2500 થી પણ વધારે મોડલ્સ તૈયાર કર્યા હતા અને નાના બાળકોનો ટોક શો પણ યોજવામાં આવ્યો હતો.
દર વર્ષની જેમ, રેડબ્રિક્સ પ્રિ-સ્કૂલર્સે તેમના જીવન સાથે ગાઢ રીતે સંબંધિત વિષયનું અન્વેષણ કરવા માટે 1.5 મહિનાના પ્રોજેક્ટ્સમાં પોતાને ડૂબાડી દીધા છે! આ વર્ષના વિષય, “પ્લેઇંગ ટુ ગ્રો” એ તેમને તેમના કુદરતી રમતના આવેગ અને રુચિઓમાં ઊંડા ઉતરવામાં સક્ષમ બનાવ્યા, અને તેમના શિક્ષકો અને માતાપિતાને તેમની રમતની દુનિયામાં સમૃદ્ધ સમજ મેળવવામાં મદદ કરી.
