ભારતની આઝાદીની વાત આવે ત્યારે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવનું નામ દરેકને યાદ આવે. દેશને આઝાદ કરાવવા માટે ભગત સિંહ હસતા હસતા ફાંસી ચડી ગયા હતા. સુખદે અને રાજગુરુએ પણ દેશ માટે શહીદી વહોરી લીધી હતી. એ જ ભારતની પંજાબ રાજ્યની કોંગ્રેસ સરકાર હવે ભગત સિંહને શહીદનો દરજ્જો આપવાની મનાઇ ફરમાવે છે.
શહીદ-એ-આઝમના ખિતાબથી જ્યારે ભગત સિંહને નવાજ્યા છે ત્યારે શહીદનો ઔપચારીક દરજ્જો આપવાની માંગ કરી ત્યારે કોંગ્રેસ સરકારે હાથ ઉપર કરી લીધા અને કહ્યું કે અનુચ્છેદ 18 પ્રમાણે ફક્ત ફોજીઓને જ શહીદનું ખિતાબ મળશે.
પંજાબ તેમજ હરિયાણાના વરિષ્ઠ એડવોકેટ હરિ ચંદ અરોડાએ સરકારને પત્ર લખ્યો કે ભગત સિંહ સુખદેવ અને રાજગુરુને શહીદનો ખિતાબ મળવો જોઇએ. સુખદેવના પરિવારજનોએ સરકારને ચેતાવણી આપી હતી કે દેશ માટે હસતા હસતા ફાંસી ચડી ગયેલા ત્રણેય યુવાનોને શહિદનો ખિતાબ મળવો જોઇએ નહી તો સુખદેવનો પરિવાર ભૂખ હળતાળ કરશે.
1931માં ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને સવારે 7 વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી. પંજાબમાં ભગતસિંહને શહીદનો ખિતાબ અપાવવા માટે ઘણા લાંબા સમયથી લડત ચાલી રહી છે.