કિમતી ધાતુઓ મળી આવવાની શક્યતાઓ વચ્ચે ચીને અરુણાચલ પ્રદેશની સરહદ નજીક મોટા પાયે ખાણકામ શરૂ કર્યું.

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ચીને અરુણાચલ પ્રદેશની સરહદ નજીક મોટા પાયે ખાણકામ શરૂ કર્યું છે. અહીંની જમીન નીચે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ મળી આવી હોવાના અહેવાલ છે, જેની કિંમત ૬૦ અબજ ડૉલર જેટલી થવા જાય છે. હોંગકોંગના ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારના જણાવ્યાનુસાર, ચીનની લુન્ઝ કાઉન્ટીના આ ખાણકામ ઓપરેશન શરૂ કર્યું છે.

ચીન વર્ષોથી અરુણાચલ પ્રદેશ તિબેટનો ભાગ હોવાનો દાવો કરી રહ્યું છે. ચીને અરુણાચલ પ્રદેશને ‘દક્ષિણ તિબેટ’ જેવું છેતરામણું નામ આપીને આ યોજના શરૂ કરી છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર, ચીને અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાના ભાગરૂપે જ આ ખાણકામ શરૂ કર્યું છે.

એટલું જ નહીં, દક્ષિણ ચીન સમુદ્રની જેમ આ વિસ્તારમાં પણ ચીન કુદરતી સ્રોતોનો ઉપયોગ કરીને મોટા પાયે માળખાગત સુવિધાઓ વિકસાવશે. દક્ષિણ ચીન સમુદ્રમાં પણ ચીને અનેક દેશોના સતત વિરોધ વચ્ચે પણ મોટા પાયે સુવિધાઓ ઊભી કરી દીધી છે. હોંગકોંગ મીડિયાના અહેવાલો પ્રમાણે, આ વિસ્તારમાં ચીને ભૂસ્તરશાસ્ત્રીઓ અને સુરક્ષા વ્યૂહના નિષ્ણાતોની ટીમ ઉતારીને લશ્કરી ધોરણે કામ શરૂ કર્યું છે.

Share This Article