Vaibhav Suryavanshi Century: વૈભવ સૂર્યવંશીએ ફરી એક વાર બેટથી તબાહી મચાવી છે. અંડર 19 એશિયા કપમાં ભારત અને યુએઈ વચ્ચે રમાયેલી મેચમાં વૈભવે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. ભલે ટીમનો કેપ્ટન આયુષ મ્હાત્રે જલ્દી આઉટ થઈ ગયો હોય. પરંતુ વૈભવ સૂર્યવંશીએ એક છેડો સંભાળી રાખ્યો અને જોરદાર બેટિંગ કરી. પહેલા તેણે પોતાની અડધી સદી પૂરી કરી અને ત્યાર બાદ સદી ફટકારી.
અન્ડર-19 એશિયા કપમાં ભારત અને યુએઈની યુવા ટીમો દુબઈના મેદાનમાં આમને–સામને છે. મેચમાં યુએઈના કૅપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમના કપ્તાન આયુષ મહાત્રે 11 બોલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો. તેના પછી ત્રીજા ક્રમે એરોન જ્યોર્જ ક્રીજ પર આવ્યા. વૈભવે તેમના સાથે સારી ભાગીદારી કરી. વૈભવ તેમની આક્રમક અને તોફાની બેટિંગ માટે જાણીતો છે, અને આ મેચમાં પણ એવું જ જોવા મળ્યું. ચોગ્ગા–છગ્ગા વરસાવી તેમણે પહેલા પોતાનું અર્ધશતક પૂરી કરી અને પછી સદી ફટકારી. બીજા છેડે તેમને પૂરો સહકાર મળતો રહ્યો.
વૈભવે માત્ર 56 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ પાંચ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા. શતક પૂર્ણ થતાં વખતે તેમનો સ્ટ્રાઈક રેટ 174 કરતા પણ વધારે હતો. વૈભવ અને એરોન જ્યોર્જે મળીને 150 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. વૈભવ સૂર્યવંશીનું શતક પૂરું થયા બાદ જ્યોર્જે પણ પોતાનું અડધી સદી પૂરી કરી.
