મુંબઈ: વિયેતજેટ વર્ષની સૌથી મોટી ડબલ ડે ઉજવણી સાથે ઉચ્ચ સ્તરે 2025ની પૂર્ણાહુતિ કરી રહી છે. એરલાઈન્સની 12.12 મેગા ડીલ 12મી ડિસેમ્બરથી ખાસ લાખ્ખો ટિકિટો પર 100 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેથી ભારતીય પ્રવાસીઓને વિયેતનામ અને તેની પાર અતુલનીય મૂલ્ય સાથે તેમના 2026ના ગેટઅવેઝનું નિયોજન કરવાની ઉત્તમ તક છે.
11મી ડિસેમ્બરે 22.30 કલાકથી 12મી ડિસેમ્બર, 2025ના 21.30 કલાક સુધી (ભારતીય સમય અનુસાર) પ્રવાસીઓ www.vietjetair.com પર અથવા વિયેતજેટ એર મોબાઈલ એપ પર ઈકો ટિકિટો બુક કરી શકે છે અને પ્રોમો કોડ THANKS લાગુ કરવા પર મૂળ ભાડાં પર 100 ટકા છૂટ (કરો અને ફી સમાવિષ્ટ નથી) પ્રાપ્ત કરી શકશે. આ પ્રમોશનલ ભાડાં 5મી જાન્યુઆરી અને 31મી ડિસેમ્બર, 2026 વચ્ચે પ્રવાસ માટે ઉપયોગ કરી શકાશે. (*).
ઉજવણી ઉપરાંત ઈકો પ્રવાસીઓને કોમ્પ્લિમેન્ટરી 20 કિગ્રી ચેક્ડ બેગેજ અને 500MBના હાઈ- સ્પીડ ડેટા સાથે ફ્રી SkyFi eSIM પણ પ્રાપ્ત થશે, જે વિયેતનામમાં આગમન પર 31 દિવસ માટે લાગુ રહેશે (**). આ લાભો 31મી ડિસેમ્બર, 2025 સુધી કરાતા બુકિંગ્સ માટે વિયેતજેટની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગુ થશે.
આ ઓફરો સાથે ભારતીય પ્રવાસીઓ વિયેતજેટના વધતા નેટવર્કમાં કિફાયતી પ્રવાસ માણી શકે છે, જે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચિતો જેવાં મુખ્ય શહેરોને વિયેતનામનાં સૌથી વધુ મુલાકાત લેવાતાં સ્થળો હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સાથે અને તે પછીના એશિયા અને ઓસ્ટ્રેલિયામાં આસાન જોડાણો માટે જોડે છે.
વિયેતજેટ સાથે ઉડાણ કરતા પ્રવાસીઓ ઈંધણ કાર્યક્ષમ ફ્લીટ, વ્યાવસાયિક કેબિન ક્રુ પાસેથી ઉષ્માભરી હોસ્પિટાલિટી અને વ્યાપક શ્રેણીના વિયેતનામી ફેવરીટ્સ ઓન-બોર્ડ માણી શકશે, જેમાં ફો, બાન્હ મી અને વહાલી વિયેતનામી આઈસ્ડ મિલ્ક કોફીનો સમાવેશ થાય છે. ચુનંદી ફ્લાઈટ્સમાં પ્રવાસ અનુભવ વધુ બહેતર બનાવવા માટે અજોડ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઈન-ફ્લાઈટ મનોરંજન પણ હશે.
(*)પ્રવાસનો સમયગાળો રુટ દ્વારા ભિન્ન હોઈ શકે અને બ્લેકઆઉટ તારીખો લાગુ થશે.
(**) નિયમો અને શરતો લાગુ.
